Kutch : કચ્છની સરહદેથી 4 પાકિસ્તાની માછીમારોની કરાઇ ધરપકડ 

પાકિસ્તાની માછીમારો

Kutch : કચ્છની સરહદેથી 4 પાકિસ્તાની માછીમારોની કરાઇ ધરપકડ 

રાજ્ય (Gujarat) માં ઘણીવાર કચ્છની સરહદેથી પાકિસ્તાની બોટ ઝડપાઇ હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી BSFએ 4 પાકિસ્તાની માછીમારો સાથે 10 પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે.

BSFએ કચ્છની બોર્ડર પર કાર્યવાહી હાથ ધરતા કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી 4 પાકિસ્તાની માછીમારોની 10 પાકિસ્તાની બોટ સાથે ધરપકડ કરવામાં આવી છે. હરામીનાળા વિસ્તારના પિલર નંબર 1165 અને 1166 વચ્ચેના ક્ષેત્રમાં BSFએ બોટ ઝડપી પાડી છે. BSFના વિશેષ “અંબુશ દળ” ના જવાનોએ આ પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 9 પાકિસ્તાની બોટ સાથે 3 પાકિસ્તાની માછીમારો ઘુસણખોરોને BSFએ ઝડપી પાડયાં હતાં. જેમાં ઘુસણખોરી કરી રહેલા પાકિસ્તાની ઘુસણખોરો સામે BSFના જવાનોએ આક્રમક કાર્યવાહી કરી હતી. અને ભાગી રહેલા ઘુસણખોરોને રોકવા માટે 3 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. બાદમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.


ક્ચ્છના હરામીનાળા વિસ્તારમાંથી 9 બોટ સાથે 3 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે વિવિધ એજન્સીઓએ માછીમારોની પૂછપરછ પણ હાથ ધરી હતી. એજન્સીઓએ માછીમારો પાસેથી લોકેશન અને અન્ય બાબતો અંગે પૂછપરછ કરી હતી. તેમજ BSF અને પશ્ચિમ કચ્છ પોલીસે ઘટનાનું રિકન્ટ્રક્શન પણ કર્યું હતું. ત્યારે તાજેતરમાં ઝડપાયેલા 4 માછીમારોની પણ BSF દ્વારા પૂછપરછ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *