KUTCH NEWS : મુન્દ્રાની ખાનગી શાળામાં હિંદુ બાળકોને નમાઝ શીખવાડતા વિવાદ

KUTCH NEWS : કચ્છ ની કોમી એકતા ને શ્રમશાર કરતો કિસ્સો આજે સામે આવ્યો છે મુન્દ્રા ની એક ખાનગી શાળા ની અંદર હિન્દુ બાળકોને નમાજ શીખવાડા વાનું વિડીયો વાયરલ થયો છે હિન્દુ સંગઠનો સાથે સનાતની હિન્દુઓમાં આક્રોશ વ્યાપ્યો છે. ત્યારે શાળા ના ટ્રસ્ટીએ કહ્યું, બાળકોને વિવિધ ધર્મની ઉજવણી સંદર્ભે સમજ માટે આવા પ્રોગ્રામ કરીએ છીએ, આવી ભૂલ બીજી વાર નહીં થાય તેવી ખાત્રી આપી.

KUTCH NEWS : મુંદ્રા ની શાળા નો વિડિયો સામે આવતા હડકંપ મચી ગયો છે. હકીકતમાં આ વિડીયોમાં ખાનગી શાળામાં હિંદુ બાળકોને નમાઝ શીખવાડતા હોવાનું સામે આવ્યું છે. જોકે હવે હિંદુ બાળકોને નમાઝ શીખવાડવા અંગે વિવાદ વકર્યો છે. ત્યારે શાળા ના પ્રધાન આચાર્ય અને ટ્રસ્ટી દ્વારા માફી માંગી આવી ભૂલ બીજી વખત ન કરવાની ખાત્રી આપાઇ છે.

મીડિયા માં અહેવાલ પ્રકાશિત થતાંજ જીલ્લા નું શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. સૂત્રો થી મળતી માહિતી મુજબ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જેને લઈ હવે શિક્ષણ વિભાગની એક ટીમ મુન્દ્રા તપાસ કરશે..

મુન્દ્રાની પર્લ સ્કૂલના પ્રીતિ વાસમાણીએ જણાવ્યું હતું કે, અમારો ઇરાદો કોઈને મનદુ:ખ પહોંચાડવાનો બિલકુલ નહોતો. અમે અમારી શાળામાં અનેક એક્ટિવિટી કરાવીએ છીએ. આ મહિનામાં ઈદનો તહેવાર હોઇ અમે શાળાના બાળકો માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બાળકોને વિવિધ ધર્મની ઉજવણી સંદર્ભે સમજ માટે આવા પ્રોગ્રામ કરીએ છીએ. આ સાથે તેમણે કહ્યું કે, બાળકોના વાલીઓ સાથે બેઠક ચાલુ છે. આવી ભૂલ બીજી વાર નહીં થાયની ખાત્રી આપું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *