DRIની ટીમે મુંદ્રા બંદરેથી ઝડપી પાડ્યું કરોડોનું રક્તચંદન

રક્તચંદન ફાઈલ ફોટો

DRIની ટીમે મુંદ્રા બંદરેથી ઝડપી પાડ્યું કરોડોનું રક્તચંદન

Kutch : મુંદ્રા બંદરે ફરી એકવાર DRIની ટીમે સપાટો બોલાવ્યો છે. મુન્દ્રા બંદરે ટોયલેટરીઝના નામે જતું 11.70 કરોડનું 14.63 ટન રક્તચંદન DRIએ તપાસ દરમિયાન ઝડપી પાડ્યું છે.

Kutch :  મુંદ્રા બંદરે ફરી એકવાર DRIની ટીમે સપાટો બોલાવ્યો છે. મુન્દ્રા બંદરે ટોયલેટરીઝના નામે જતું 11.70 કરોડનું 14.63 ટન રક્તચંદન DRIએ તપાસ દરમિયાન ઝડપી પાડ્યું છે. DRIને મળેલા ઈનપુટના આધારે દુબઈના શાહજહાં પોર્ટ એક્સપોર્ટ થવા આવેલા કન્ટેનરને સ્કેન કરવામાં આવ્યું હતું. કન્ટેનરને સ્કેન કરતા કન્ટેનરમાં વિવિધ પ્રકારની ટોયરેટરીઝનો સામાન હોવાનું ડિક્લેર કરાયું હતું. ડીઆરઆઈની ટીમે કન્ટેનરને ખોલીને તપાસ આદરી હતી. કન્ટેનરની તપાસમાં લાલ રંગના 840 વુડન લોગ મળી આવ્યા હતા. ત્યાર બાદ ફોરેસ્ટ ઓફિસરને બોલાવીને તેની ખરાઈ કરતા તે રક્તચંદન જ હોવાનું સ્પષ્ટ થયું હતું. જેમાંથી 11.70 કરોડનુ 14.63 ટન રક્તચંદન મળી આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *