માઉન્ટ આબુમાં ક્રિકેટનો સટ્ટો રમતા કચ્છના ૧૬ ખેલી ઝડપાયા

ભુજઃ છેલ્લા સપ્તાહથી માઉન્ટ આબુની હોટલમાં ક્રિકેટનો સટ્ટો રમવામાં આવતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે અંબિકા હોટલ અને સેફરોન હોટલમાં દરોડો પાડતાં કચ્છના ૧૬ સહિત ર૬ બુકીઓ ઝડપાયા હતા. જેમાં કચ્છના નારણભાઈ, પબા રબારી, નરેન્દ્રસિંહ સોઢા, મિતેશસિંહ રાજપૂત, મેજા રબારી, ભજુ રબારી, હરિશ જૈન, નવીન રબારી, કમલેશ રબારી, અનિરૂદ્ધસિંહ રાજપૂત, વિક્રમસિંહ ઉર્ફે મિત્રરાજસિંહ રાજપૂત, દલપતસિંહ રાજપૂત, રવજી રબારી, રાણા રબારી, પ્રભાતસિંહ રાજપૂત સહિત મહારાષ્ટ્રના ર૬ બુકીઓ ઝડપાયા હતા. આ સટ્ટા રેકેટમાં પોલીસ કર્મચારીઓ સંડોવણી સામે આવતા ૧૦ની બકદલી કરાઈ છે. જયારે એકને સંસ્પેન્ડ કરાયો છે. નોંધનીય છે કે અગાઉ પણ આબુમાં કચ્છના ખેલીઓ જુગાર રમતા ઝડપાઈ ચુકયા છે. ખેલીઓ પાસેથી મર્સડીસ કાર, ૩૬ મોબાઈબ, ૪ લેપટોપ, ર કોમ્પ્યુટર સહિતની મતા કબ્જે કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *