કચ્છ માંડવીના વિંગણીયાના યુવકે UPSC કર્યું ક્લિયર
કચ્છ માંડવીના વિંગણીયાના યુવકે UPSC ક્લિયર કર્યું છે અને હવે તે IAS બનશે. GPSCમાં પ્રથમ નંબર તો UPSCમાં દેશમાં 341મો નંબર મેળવ્યો છે. વિંગણીયા ગામના જયવીરદાન ગઢવીએ થોડા સમય પૂર્વે જ જીપીએસસીમાં પ્રથમ રેન્ક મેળવી ડેપ્યુટી કલેકટર તરીકેની ફરજ શરૂ કરી હતી. 25 વર્ષની ઉંમરે જીપીએસસી ક્લિયર કરી હાલ વડોદરા ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવે છે. સોમવારે જાહેર થયેલા પરિણામમાં યુવકે યુ.પી.એસ.સી. ક્લિયર કરી ભારતભરમાંથી 341મો નંબર હાંસલ કર્યો છે. હવે 25 વર્ષીય યુવકની ઈચ્છા આઇ.એ.એસ. બનવાની છે.