દિલેર સખી દાતાની ચિર વિદાયથી કચ્છી પ્રજાએ પોતાનાં હમદર્દ ખોયા

દિલેર સખી દાતાની ચિર વિદાયથી કચ્છી પ્રજાએ પોતાનાં હમદર્દ ખોયા છે. શ્રી દામજીભાઈ અને શ્રી તારાચંદભાઈ ની જોડી દરેક સેવાકીય કાર્યોમાં મકકમ હતી. શ્રી સર્વ સેવાસંધ (કચ્છ) ભુજ અને શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા ભાવપૂર્ણ અંજલિ

સંસ્થાઓએ પ્રેરકબળ ગુમાવ્યું.

સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી,જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર શ્રેષ્ઠી દામજીભાઇ એન્કરવાલાના દુઃખદ નિધનના સમાચારથી સમગ્ર કચ્છમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.કચ્છની જાણીતી સ્વૈચ્છીક સંસ્થાઓ શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજના પ્રમુખ શ્રી જીગર તારચંદભાઇ છેડાએ ઉંડા શોકની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતુ કે દિલેર સખી દાતા દામજીભાઈની ચિર વિદાયથી કચ્છી પ્રજાએ પોતાનો હમદર્દ ખોયા છે.માતૃભૂમિ કચ્છથી દૂર મુંબઈ માં રહેતા હોવા છતાંય એમના ખોળીયામાં સદાયે કચ્છ વસતું હતું. અનશનવ્રતધારી શ્રી તારાચંદભાઈ છેડા સાથે મળીને દામજીભાઈએ જીવદયા,આરોગ્ય, શિક્ષણ અને માનવસેવા માટે સદાયે સેવાની જયોત પ્રજવલિત રાખી હતી.૧૯૮૭નાં કપરા દુષ્કાળમાં સતત ત્રણ વરસ સુધી કચ્છનાં હજારો પશુઓને બચાવવાનાં અભિયાન માં દામજીભાઈએ અન્ય દાનવીર શ્રેષ્ઠીઓ સાથે સંકલન સાધી તારાચંદભાઈના માર્ગદર્શન હેઠળ નીરણ કેન્દ્રો ચલાવવામાં મુખ્ય ભુમિકા ભજવી હતી.ત્યારબાદ પણ જયારે જયારે કચ્છમાં વરસાદ ખેંચાય ત્યારે તેઓએ જીવદયા માટે દાનની સરવાણી વહેવડાવી છે.

આ ઉપરાંત મેલેરિયા સહિત અન્ય રોગચાળાઓ સમયે માગો ત્યા મેડીકલ કેમ્પ માટે એમણે ઉદાર હાથે દાન આપ્યું છે.માંડવી તાલુકાના મસ્કા મુકામે આવેલશ્રી એન્કરવાલા જનરલ હોસ્પિટલ મધ્યે તમામ રોગોની સારવાર રાહતદરે કરાય છે.જયારે કોોનાકાળમાં કોરોનાની નિઃશુલ્ક સારવાર સાથે મસ્કા હોસ્પિટલે માનવસેવા નું ઉત્તમ કાર્ય કર્યુ હતુ.કોરોના સમયે અંદાજીત એક લાખમાસ્ક વિતરણ,૧૨ હજારથી વધુ દર્દીઓની વિના મુલ્યે સારવાર અને ૧૦ હજાર જેટલી ઓકિસજનની બોટલ સેવા પુરી પાડવામાં તેઓ સતત મદદરૂપ બન્યાં હતા.

આ ઉપરાંત અનેકવિધ શૈક્ષણીક કાર્યો, જળ સંગ્રહના કાર્યો માટે તેમનું ઉદાર યોગદાન રહયુ હતુ.દામજીભાઈના દુઃખદ નિધનથી કચ્ચે જગડુશા જેવા દિલેર દાતા ગુમાવ્યા છે. શ્રી સર્વ સેવા સંઘ(કચ્છ) ભુજ અને શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ બંને સંસ્થાઓએ પોતાનું પ્રેરકબળ ગુમાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *