ઇન્દોરમાં કચ્છી જૈન સંતોની નિશ્રામાં પર્વાધીરાજ પર્યુષણ મહાપર્વમાં રેકોર્ડ રૂપ ચડાવા બોલાયા તેમજ રેકોર્ડ રૂપ તપસ્યાઓ થઈ.
બધી બાબતોમાં 56 વર્ષનો રેકોર્ડ તોડી કચ્છી જૈન સંતોએ કચ્છ જિલ્લા તેમજ આઠ કોટી જૈન સંઘ નું ગૌરવ વધાર્યું.
કચ્છ-આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના ગુરુવર્ય ધીરજલાલ સ્વામીના શિષ્ય રત્ન અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ ‘આનંદ’ મહારાજ સાહેબ (ભોજાય – કચ્છ) અને તેમના શિષ્ય પરમ પૂજ્ય ઓજસમુનિ ‘મંગલ’ મહારાજ સાહેબ (બેરાજા કચ્છ) (કચ્છી જૈન સંતો)ની નિશ્રમાં પર્વાધીરાજ ઈન્દોરમાં પર્યુષણ મહાપર્વ રેકોર્ડ રૂપ ચડાવા (ઉછામણી) અને રેકોર્ડ રૂપ તપસ્યાઓ સાથે રંગે ચંગે તા. 19/09 ને મંગળવારના સંપન્ન થયેલ છે.
બધી બાબતોમાં 56 વર્ષનો રેકોર્ડ તોડી કચ્છી જૈન સંતોએ કચ્છ જિલ્લા આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘ અને વ્યસનમુક્તિ અભિયાન નું ગૌરવ વધારેલ હોવાનું વ્યસનમુક્તિ અભિયાનના મોભી ઈશ્વરભાઈ દેસાઈ, પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
પર્વાધીરાજ પર્યુષણ મહાપર્વ દરમિયાન દરરોજ કલ્પસૂત્રની પોથી યાત્રા વિવિધ દાતાઓ તરફથી નીકળતી હતી. મહાવીર જન્મ વાંચન પ્રસંગે સૌ પ્રથમ વખત 14 સ્વપ્નાની ઉજવણી દરેક દાતાઓ સ્વપ્ના પોતાના ઘરે પધરાવી ખૂબ જ ભક્તિભર્યું વાતાવરણ સર્જાતું હતું. કચ્છી જૈન સંતોના ઇંદોર (મધ્યપ્રદેશ)માં નગર પ્રવેશથી અત્યાર સુધી રેકોર્ડ રૂપ 14 સંઘ જમણ જુદા જુદા દાતાઓ તરફથી કરવામાં આવેલ છે. રેકોર્ડ રૂપ ચડાવા (ઉછામણી) થઈ હતી. ભક્તામર કળશની ઉછામણી હાલાપર – કચ્છના લક્ષ્મીચંદભાઈ શાહ તથા ભરતભાઈ શાહ (મારૂ)પરિવારે લીધો હતો. ધર્મ ધ્યાનની ઉલ્લાસભેર થયા હતા. ત્રણ ઉપવાસથી ૧૬ ઉપવાસ આયંબીલ તપની આરાધના રેકોર્ડ રૂપ થઈ હતી.
ત્રણ મહિલા મંડળ, યુવક મંડળ અને જૈન સંઘ ખૂબ જ સાથ સહકાર આપેલ હતો. સ્નેહ – સંપના અદભુત દ્રશ્ય સર્જાયા હતા. તપસ્વીઓની તીર્થયાત્રાનો લાભ ગુજરાતી સ્થાનકવાસી સંઘ ઇન્દોર (મધ્ય પ્રદેશ)ના પ્રમુખ યોગેશભાઈ કોઠારી તેમજ બીજી સંઘ યાત્રાનો લાભ પ્રમુખશ્રી તેમજ તેમના બેન મીનાબેન મહેન્દ્રભાઈ મહેતાએ લીધો હોવાનું વ્યસનમુક્તિ અભિયાનના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. કચ્છી જૈન સંતોના ઈન્દોરમાં નગર પ્રવેશથી અત્યાર સુધી દાનની ગંગા વહી રહી છે. દાનમાં પણ 56 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. એ કચ્છ માટે ઐતિહાસિક ઘટના ગણાવી શકાય.