Kutch Earthquake : કચ્છમાં રાત્રે બે વખત ભૂકંપથી ધરા ધ્રૂજી

Kutch Earthquake
Kutch Earthquake

Kutch Earthquake : કચ્છમાં રાત્રે બે વખત ભૂકંપથી ધરા ધ્રૂજી

Kutch Earthquake : કચ્છના રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભચાઉમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 10:12 વાગ્યે આ ભૂકપંનો આંચકો અનુભવાયો હતો. વળી બીજી બાજું રાપરમાં પણ 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 

વધુ આપણ વાંચો : રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

Kutch Earthquake : રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા

Kutch Earthquake : મળતી માહિતી મુજબ, ગુરૂવારે (21 ઓગસ્ટ) કચ્છના રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે 10:12 કલાકે ભચાઉમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ સિવાય રાપરમાં રાત્રે 10:19 વાગ્યે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 20 કિ.મી દૂર હતું. 

Kutch Earthquake : નોંધનીય છે કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી. જોકે, આ આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *