કચ્છ ની ભાજપ શાસિત ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશિતા ટીલવાણી પર શાહી ફેંકાતા હોબાળો મચ્યો છે.
કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ નગરપાલિકા ફરી એક વખત વિવાદના વંટોળમાં આવી છે.
આજે કચ્છ જિલ્લાની ભાજપ શાસિત ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ ઈશિતા ટીલવાણી પર શાહી ફેંકાતા હોબાળો મચ્યો છે. શહેરના વોર્ડ -12માં વિકાસના કામ ન થતા વિરોધ થયો હતો. ત્યારે આ મામલે કોઈએ પાલિકા પ્રમુખ પર શાહી ફેકી છે.
ગાંધીધામનાં નગરજનો પણ અનેક વખત નગરપાલિકા નાં પ્રમુખની નિષ્ક્રિય કામગીરીથી નારાજ થઈ અનેક વખત ભાજપનાં ઉચ્ચ પદાધિકારીઓને રજૂઆત કરી ચૂક્યા છે. નગરપાલિકા પ્રમુખ પર ભ્રષ્ટાચારનાં આરોપ પણ લાગી ચૂક્યા છે. ત્યારે આજે ઈશીતા ટીલવાણી પર શાહી ફેંકાતા હોબાળો મચ્યો છે. અને આ મામલે ગાંધીધામ નગર પાલિકા પ્રમુખ ઇશીતા ટીલવાણીએ પોલીસને બોલાવાની ફરજ પડી છે.