26 મી જાન્યુઆરીના ભુજ સ્મૃતિવન ખાતે જિલ્લાકક્ષાનો પ્રજાસતાક પર્વ ઉજવાશે તેમજ તાલુકા કક્ષાની ઊજવણી માટે 9 તાલુકાના ગામોની પસંદગી કરવામાં આવી છે જ્યાં તૈયારીઓ નું ધમ ધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી સ્મૃતિવન મેમોરીયલ ભુજ ખાતે પ્રભારીમંત્રીની હાજરીમાં કરવામાં આવશે જ્યારે તાલુકાકક્ષાના કાર્યક્રમ માટે આ વખતે ગ્રામીણ વિસ્તારની જ પસંદગી કરવામાં આવી છે.
ભચાઉમાં શીકારપુર
નખત્રાણામાં ઉખેડા
માંડવીમાં કાઠડા
લખપતમાં કોરીયાણી
મુંદરામાં છસરા
અબડાસામાં રામપર (અબડા) રાપરમાં રવ મોટી
ગાંધીધામમાં મીઠીરોહર
અંજારમાં મોડવદર
ખાતે તાલુકા કક્ષાની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ ગામોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવનાર છે.મહત્વનું છે કે,સરકારની સૂચના પ્રમાણે જ્યાં જિલ્લાકક્ષાની ઊજવણી થવાની ત્યાં 25 લાખ અને તાલુકાકક્ષાની ઉજવણી થાય તે ગામ/શહેરને 5 લાખની વિકાસગ્રાન્ટ અપાય છે.જેથી ભુજને મળનારી 25 લાખની ગ્રાન્ટમાંથી 5 લાખ શહેરના વિકાસ માટે નગરપાલિકાને અને 20 લાખ તાલુકાના વિકાસ માટે તાલુકા પંચાયતને આપવામાં આવશે જ્યારે અન્ય 9 ગામોને 5 લાખની વિકાસ ગ્રાન્ટના ચેક 26 તારીખે જ સરપંચને આપવામાં આવશે.જેનાથી ગામની ખૂટતી કડીઓ નિવારી શકાશે.