રાજડા ટેકરી ખાતે શ્રી મિશરી નાથજી બાપુ ની પુણ્યતિથિ ની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા , અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
માંડવી તાલુકાના ના રાજડા ટેકરી ખાતે શ્રી મિશરી નાથજી બાપુ ની પુણ્યતિથિ પ્રસંગે સંતવાણી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા
કચ્છના નામાંકિત કલાકારો આ સંતવાણીમાં ઉપસ્થિત રહ્યા હતા
ધાર્મિક પૂજા પાઠ તથા મહાપ્રસાદ નું આયોજન પણ અહીં કરાયું હતું.
રાજા ટેકરીના મહંત અર્જુનાથજી બાપુ ,માણેકનાથજી બાપુ તથા બાળ સંત પ્રેમનાથજી બાપુ સહયોગી બન્યા હતા
સાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવી આપ નેતા કૈલાશદાન ગઢવી, અભાભાઈ મેઘરાજ ગઢવી સહીત અગ્રણીઓ સાથે ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.