બજેટ માં નર્મદાના નીર, પ્રવાસન સહિત માળખાગત સુવિધાઓ માટે કચ્છ માટે મહત્વની જોગવાઈ – શ્રી જીગર તારાચંદભાઈ છેડા
રાજય સરકારે બજેટમાં સરહદી જિલ્લા કચ્છનું પુરતું ધ્યાન રાખ્યું છે.
વર્ષ ૨૦૨૩–૨૦૨૪ના ગુજરાત સરકારના બજેટને આવકારતશ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજ અને શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા છે.
કચ્છ જિલ્લા માટે જીવાદોરી સમાન નર્મદાની નહેરના બાકી કામો માટે, કચ્છ-સૌરાષ્ટ્ર શાખા નહેરનાં પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ અર્થે સરકારે બજેટમાં કરેલ જોગવાઈથી કચ્છના ખેડૂતોને લાભ થશે.જયારે મુજ-ભચાઉ વચ્ચે હાઈસ્પીડ રોડ કોરીડોર અને ઘડુલી–સાંતલપુર નાં રણ રસ્તા દ્વારા કચ્છ જિલ્લામાં વાહન વ્યવહાર માટેની રોડ રસ્તાની માળખાગત સુવિધા વઘતા તે વ્યાપાર ઉદ્યોગો અને ટ્રાન્સપોર્ટ માટે વિકાસ અને રોજગારીની નવી તકોનું સર્જશે.તો કચ્છ જિલ્લાના પ્રવાસન માટે ધોળાવીરામાં ટેન્ટસીટી ઉભી કરવાનું આયોજન તેમજ ખાવડા થી ઘોળાવીરા સુધી બની ગયેલ રણ રસ્તો પૂર્વ કચ્છના વાગડ અને ખડીર પંથકમાં વિકાસની નવી ક્ષિતિજો ખોલશે. એક પણ નવા કરવેરા વગરનું આ બજેટ આઝાદીના અમૃતકાળ દરમ્યાન રાજયના વિકાસને નવી ક્ષિતિજોએ લઈ જશે.