Kutch: કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરાયું
કચ્છ (kutch) ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌથી વધુ દિવસ ચાલનારી લોકસભા પરિવાર દ્વારા ટુર્નામેન્ટ : વિનોદભાઇ ચાવડા – સાંસદશ્રી કચ્છ
કચ્છ (kutch) લોકસભા પરિવાર દ્વારા આઝાદી ના અમૃતકાલ અંતર્ગત કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સાંસદ્શ્રી વિનોદભાઇ ચાવડા અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ના સૌજન્ય થી તારીખ 18/1/2023 થી શરૂ થયેલ છે, કચ્છના (kutch) ક્રિકેટ ઇતિહાસ માં સંળગ ૪૫ દિવસ ચાલનારી ટુર્નામેન્ટ માં કચ્છ – મોરબી ની 138 ટીમો ભાગ લેશે જે સૌથી મોટી ટુર્નામેન્ટ છે જેમાં તારીખ 21/1/2023 ના પ્રથમ રામદેવ ઇલેવન અને પોલીસ બી ડિવિઝન વચ્ચે થઈ જેમાં રામદેવ ઇલેવન ટીમ વિજેતા થઈ અને દરજી ઈલેવન અને જ્યોત ઇલેવન વચ્ચે રમાઈ જ્યોત ઈલેવન ટીમ વિજેતા થઈ હતી ત્રીજી મેચ ફાઇટર ઇલેવન અને ગુરુ ઇલેવન કોટડા ટીમ વચ્ચે રમાઈ જેમાં ફાઇટર ઇલેવન મેચ જીતી હતી,
Crime King News
મેચ દરમ્યાન ભુજ નાગર પાલિકા ઉપ પ્રમુખ શ્રીમતી રેશમાબેન ઝવેરી, દેના બેન્ક મેનેજરશ્રી અંતાણી સાહેબ, લખપત તાલુકા મહામંત્રીશ્રી રાજુભાઇ સરદાર, યોગેશ ત્રિવેદી, મનીષભાઇ બારોટ, દિનેશભાઇ ઠક્કર, ભુજ નાગર પાલિકા ચેરમેનશ્રી જલધિભાઈ વ્યાશઅને અન્ય મહેમાનો હાજર રહ્યા હતા
ખુબજ ઉત્સાહ પૂર્વક ત્રણે મેચો ક્રિકેટ રશિયાની ઉપસ્થિતિ વચ્ચે પૂર્ણ થઈ હતી.