કચ્છ માં 108 ની ઈમરજન્સી ની સેવા કામગીરી

કચ્છ જિલ્લા માં આં વર્ષ દરમિયાન 108 દ્વારા 51704 જેટલી ઈમરજન્સી ની સેવા પૂરી પાડવામાં આવી

ગુજરાત રાજ્ય મા 108 ઈમરજન્સી સેવા આર્શીવાદ રૂપ બની છે. ચાલુ વર્ષ 2022 મા આજ દિન સુધી મા અંદાજિત 1.20 લાખ જેટલા ઈમરજન્સી કોલ આવેલ છે. જેમાં કચ્છ જિલ્લા મા 51704 જેટલા કોલ આવેલા હતા.

ઇ એમ આર આઇ ગ્રીન હેલ્થ સર્વિસ ની 108 ઈમરજન્સી સેવા છેલ્લા 15 વર્ષ થી ગુજરાત રાજ્યના લોકો ના જીવ બચાવવા માટે કટિબદ્ધ રહી છે. કોરોના જેવા કપરા કાળ દરમિયાન 108 દ્વારા રાત દિવસ જોયા વગર ખૂબ જ સારી સેવા પૂરી પાડવામાં આવેલ છે.

જ્યારે કચ્છ જિલ્લા ની વાત કરવામાં આવે ત્યારે કચ્છ જિલ્લા મા ટોટલ 38 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ વર્ષ દરમીયાન 51704 જેટલી ઈમરજન્સી કચ્છ જિલ્લા ની 108 દ્ધારા પૂરી પાડવામાં આવેલ છે. જેમાં થી 614 જેટલી સગર્ભા ની પ્રસૂતિ 108 ના ઈમરજન્સી મેડિકલ ટેકનીશ્યન દ્વારા કરવામાં આવી છે. તેમજ અન્ય ઈમરજન્સી સેવા જેવી કે અકસ્માત ને લાગતા 4504 ; પડી જવાના 3358; શ્વાસ લેવામાં તકલીફ પડતા 2521; હ્રદય ને લગતા 1439 ; પેટ માં દુખાવાના 3689; દવા પી ગયા ના 1059; હાઈ ફીવર ના 2793, પ્રેગ્નેસી ને લગતા 26745 તથા અન્ય 3257 જેવી અલગ અલગ કોલ આવેલ હતા. આ દરેક ઈમરજન્સી કચ્છ 108 દ્વારા ખૂબ જ સારી રીતે પૂરી કરવામાં આવેલ છે.

આ કામગીરી ને ધ્યાન માં રાખી ને કચ્છ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગર ; સુપરવાઇજર વિશ્રુત જોષી, હરેશ વાણીયા અને પ્રદીપ જાસોલીયા એ 108 નાં તમામ કર્મચારીઓ ની આં સેવાને બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *