KUTCH : “ગુજરાત પ્રદેશ કામદાર કર્મચારી કોંગ્રેસ દ્વારા અંજાર તાલુકાના બુઢારમોરામાં કેમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ જેની તપાસ કરી અને જવાબદારો સામે પગલાં લેવા કલેક્ટર કચ્છને આવેદનપત્ર આપવામાં આવ્યું
KUTCH: ગુજરાત પ્રદેશ કામદાર કર્મચારી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ભરતભાઈ સોલંકીના નેતૃત્વતળે અંજાર તાલુકાના બુઢારમોરામાં કેમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઇ તે બાબતે જવાબદારો સામે પગલાં લેવા આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે તારીખ 14 જાન્યુ. મકરસંક્રાંતિના દિવસે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના બુઢારમોરામાં આવેલા કંપનીમાં જરૂરી સેફટી ના સાધનોના અભાવ તેમજ કંપનીના સંચાલકો દ્વારા સુરક્ષાના મુદ્દે ઘોર બેદરકારીને કારણે વિકરાળ આગ ભભૂકી ઊઠી અને કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા દસ જેટલા શ્રમિકો આગનો ભોગ બની ગંભીર રીતે ઇજા પામેલ તેમને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
KUTCH : આ આગની ઘટનામાં ત્રણેક વ્યક્તિના મૃત્યુ નીપજેલ છે અને આજે સાત ગંભીર સ્થિતિમાં હોવાનું જણાઈ રહ્યું છે આ કંપનીમાં કામ કરતા શ્રમિકોના મૃતક પરિવારને આર્થિક સહાય તથા ન્યાય મળે અને ગંભીર રીતે દાઝી ગયેલ શ્રમિકોને સારી સારવારથી ઉગારી લેવાય આ બાબતે કલેકટર કચ્છને રજૂઆત કરાઈ હતી સોલંકી એ રોષપૂર્વક જણાવ્યું હતું કે આ કંપનીના એચ આર મેનેજર તથા સંચાલક તેમજ માલિકોને ફોન કરી અને પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરેલ પરંતુ ફોન રિસીવ ન કરી અને જવાબ આપવામાં આવેલ નથી જે બાબતને દુઃખદ ગણાવી હતી ઉપરાંત આગની દુર્ઘટના કંપની પાસે પૂરતા પ્રમાણમાં સેફ્ટી સાધનોનો અભાવ સંચાલકોની બેદરકારીને કારણે બનેલ છે
KUTCH: જેથી કલેક્ટર ને રૂબરૂ મળી કડકમાં પગલાં લેવા મૃતક પરિવારોને ત્વરિત વળતર આપવા અને જરૂર જણાય તો ફોજદારી રાહે પગલાં લેવા રજૂઆત કરાઈ હતી આ આવેદનપત્ર આપતી વેળાએ કોંગ્રેસના આગેવાનો ભરતભાઈ સોલંકી રામદેવસિંહ જાડેજા ધીરજ ગરવા ગનીભાઇ કુંભાર , કિશોરદાન ગઢવી અંજલી ગોર , એચ એસ આહીર, હાસમ સમા ,ખેતુભા જાડેજા , લખમણભાઇ વાઘેલા, ખીમજી મારવાડા , મોહનભાઈ વાઘેલા , નીતિનભાઈ આઠું સહિત જોડાયા હતા એવું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા ગનીભાઈ કુંભાર દ્વારા જણાવાયું છે.