KUTCH: ભોજાય ટ્રસ્ટનાં મોતીયા મુક્ત કચ્છ કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકાના ૬૦ ગામો આવરી લેવાશે.

KUTCH: ભોજાય ટ્રસ્ટનાં મોતીયા મુક્ત કચ્છ કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકાના ૬૦ ગામો આવરી લેવાશે

KUTCH: ભોજાય સર્વોદય ટ્રસ્ટના રજત જયંતી વર્ષ ઉજવણી નિમિતે કચ્છના ગામડાઓ માટે નેત્રરક્ષા અભિયાન દ્વારા મોતીયા મુક્ત કચ્છ કાર્યક્રમ સુપેરે ચાલી રહ્યો છે. નિર્ધારિત પ૨૫ ગામડાઓમાંથી ૪૫૦ ગામોમાં આખોના દરદીઓની તપાસણી સંપન્ન થઇ છે, અને શેષ ૭૫ ગામોમાં આ કાર્યવાહી દશેરા સુધીમાં પૂર્ણ થશે. શ્રી ક.વી.ઓ. મહાજન ભુજની વિનંતીનો ભોજાય સર્વોદય ટ્રસ્ટે સ્વીકાર કર્યો છે. અનશનનૃતધારી જૈન શાસનરત્ન શ્રી તારાચંદભાઈ છેડાની પુણ્યસ્મૃતિમાં મુન્દ્રા તાલુકાના ૬૦ ગામડાઓને નેત્રરક્ષા અભિયાન હેઠળ આવરી લેવાશે જે અન્વયે આ ગામોમાં સ્થાનિક ઓખીના દરદીઓની તપાસણી કરવામાં આવશે અને મોતીયા, ઝામર, વેલના જરૂરી ઓપરેશનો કરવામાં આવશે. આ સર્વ સુવિધાઓ નિઃશુલ્ક હશે. દશેરા પછી ૨૭ ઓક્ટોબરથી મુન્દ્રા તાલુકાના ગામડાઓમાં તપાસણી શરૂ થશે. માંડવી તાલુકાનાં દર્દી ઓ ભોજાયની રતનવીર આંખની હોસ્પીટલમાં દશેરાથી દેવદિવાળી સુધી આંખના નિ:શુલ્ક ઓપરેશનો કરાવી શકશે.વિનામૂલ્યે ઓપરેશનનો લાભ લેવા માટે દરદીએ ચુંટણીકાર્ડ અથવા રાશનકાર્ડ સાથે લાવવું જરૂરી છે. જીલ્લા અંધત્વ નિવારણ સમિતિના સહયોગથી નિ:શુલ્ક ઓપરેશનો કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *