KUTCH: ભુજમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી,NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ

KUTCH: ભુજમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી,NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ

KUTCH અવારનવાર આપણને સાંભળવા મળે છે કે બોરવેલમાં કોઈ બાળક કે બાળકી પડી ગયા પરંતુ ભુજથી એક ચોંકાવનારા અહેવાલ આવ્યા છે. જ્યા એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે. ભુજના કંઢેરાઈ ગામે આ ઘટના બની હતી. જ્યાં આજે (છઠ્ઠી જાન્યુઆરી) વહેલી સવારે 6 વાગ્યે એક યુવતી બોરવેલમાં ગરકાવ થઈ હતી, હાલ NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ યુવતીની ઉંમર લગભગ 18 વર્ષની આજુબાજુ જણાવાઈ રહી છે.

માહિતી અનુસાર જ્યારે આ યુવતી બોરવેલમાં પડી ગયાની જાણકારી મળી કે તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. શરૂઆતમાં તેનો બચાવોનો અવાજ પણ આવી રહ્યો હતો પરંતુ હાલમાં તેનો અવાજ આવતો પણ બંધ થઈ ગયાની માહિતી છે.ગામના લોકો આ ઘટનાને કારણે આઘાત પામી ગયા છે અને માહોલ પણ ગમગીન જોવા મળી રહ્યો છે. 

રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલુ 

KUTCH આ ઘટનાની જાણકારી મળતાં ભુજમાં સંચાલિત ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ બચાવ કામગીરીમાં જોડાયું છે. યુવતીના બચાવ માટે NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. પીડિત યુવતી ખેતરમાં મજૂરી કરતાં શ્રમિક પરિવારની હોવાનો દાવો કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *