KUTCH નલિયામાં લઘુત્તમ તાપમાન 7.2 ડિગ્રી
રાજ્યમાં નવસારી શહેર સહિત ઘણા વિસ્તારોમાં ધુમ્મસ અને વાદળો છવાયા છે. વાતાવરણ ખુશનુમા લાગી રહ્યું છે. બીજી તરફ ઠંડીમાં ઘટાડો થયો છે. જો કે, આવનારા દિવસોમાં પણ ઠંડી ઘટી શકે છે. KUTCH નલિયામાં લઘુત્તમ તાપમાન 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અમદાવાદમાં 17.6 અને રાજકોટમાં 13 ડિગ્રી સેલ્સિયસ લધુત્તમ તાપમાન નોંધાયું છે. કહેવાઈ રહ્યું છે કે, બંગાળની ખાડી તરફથી આવતા પવનને કારણે વાતાવરણ પલટાયું છે.