KUTCH અને સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રીય થતા રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. KUTCH કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોના લીધે ઠંડીમાં વધારો થતા તાપમાન પણ નીચું જશે.

અંબાલાલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ બર્ફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે. વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે અને ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદ થઈ શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે, અરબ સાગરમાં બની રહેલી સીસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. 29 ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થશે જેને લઈ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા KUTCH કચ્છમાં કમોસમી વરસાદ સંભવાના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ સંભવના છે

‘6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે’

રાજ્યમાં ફરી માવઠાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન અગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. વધુમાં કહ્યું કે, જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરાઈ છે

‘માવઠાની શક્યતા’

ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા રહેશે. જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *