KUTCH કચ્છમાં વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ૧૪૦૦થી વધુ આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂર્હુત કરાશે
KUTCH કચ્છમાં ૦૬ સ્થળે ૧૦ ફેબ્રુઆરીના રોજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ નવનિર્મિત આવાસોનો ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂર્હુત કાર્યક્રમ
જિલ્લા કલેક્ટરશ્રીએ અમિત અરોરાએ વીડિયો કોન્ફરન્સથી અધિકારીશ્રીઓને આયોજન અંગે માર્ગદર્શન આપીને સમીક્ષા કરી
૧૦ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતેથી ગુજરાતના ૩૩ જિલ્લાના અંદાજે ૧.૩૧ લાખથી વધારે આવાસનો ઈ-લોકાર્પણ અને ખાતમૂર્હુત કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમના સમાંતરે KUTCH કચ્છ જિલ્લામાં ૦૬ સ્થળે આવાસ યોજનાના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓને આવરી લેવામાં આવશે. અંદાજે ૧૪૦૦થી વધારે આવાસનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કચ્છ જિલ્લામાં પદાધિકારીશ્રીઓના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં થશે. જિલ્લામાં ૧૪૦૧ આવાસનું ઈ-લોકાર્પણ અને ૪૪ જેટલા આવાસનું ઈ-ખાતમૂહુર્ત કરવામાં આવશે.
KUTCH કચ્છ જિલ્લામાં કુલ ૦૬ સ્થળે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભુજ અને ગાંધીધામમાં શહેરીકક્ષાએ કાર્યક્રમ યોજાશે. જ્યારે અંજાર, અબડાસા, માંડવી અને રાપર ખાતે ગ્રામ્યકક્ષાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ૦૬ જગ્યાએ ડીસાથી આયોજિત થનારા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકાય તે રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. ભુજ નો કાર્યક્રમ ભગવતી હોટેલ ગ્રાઉન્ડ ભુજ ખાતે, અબડાસાનો કાર્યક્રમ રામેશ્વર ગ્રાઉન્ડ નખત્રાણા ખાતે, માંડવીનો કાર્યક્રમ પાટીદાર સમાજવાડી બિદડા ખાતે, અંજારનો કાર્યક્રમ મારૂતિ ગ્રાઉન્ડ અંજાર ખાતે, ગાંધીધામનો કાર્યક્રમ ડૉ. આંબેડકર ભવન ગાંધીધામ ખાતે અને રાપરનો કાર્યક્રમ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ રાપર ખાતે યોજાશે.
આવાસ યોજનાના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કાર્યક્રમ તૈયારીની સમીક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ જગ્યાએ આયોજિત કાર્યક્રમના નોડલ અધિકારીશ્રીઓ પાસેથી તૈયારીની વિગતો માગીને કાર્યક્રમ સુચારુરૂપે યોજાઈ તે માટે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ સ્થળે લાભાર્થીઓની ઉપસ્થિતિ, લાભાર્થીઓના પ્રતિભાવો, મહાનુભાવોને આમંત્રણ, કનેક્ટિવિટી, બેઠક વ્યવસ્થા, ભોજન, ટ્રાન્સપોર્ટેશન સહિતની બાબતો વિશે યોગ્ય કામગીરી કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચન કર્યું હતું.
KUTCH આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, કાર્યક્રમના નોડલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પારેખ સહિત જિલ્લા વહીવટીતંત્રના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.