રાપર તાલુકાના લાખાગઢ ગામે લગ્નના માંડવે ધીંગાણું,એક ની હત્યા

રાપર તાલુકાના લાખાગઢ ગામે પલાસવાથી ગયેલી જાન પર હિચકારો હુમલો થતા ભાજપના અગ્રણી નેતા અને ગાંધીધામ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના પતિની હત્યા થઈ જતા પૂર્વ કચ્છ સહિત કચ્છભરમાં ચકચાર મચી ગઇ છે સૂત્રો થી મળતી માહિતી મુજબ મરણ જનાર દલપતભાઈ સોલંકી ભાજપના અગ્રણી કાર્યકર ઉપરાંત ગાંધીધામ તાલુકા પંચાયતની મીઠીરોહર સીટના સદસ્ય અને તાલુકા પંચાયત સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન મીઠીબેન સોલંકીના પતિ થતા હતા આજે સાંજે બનેલી હિચકારી હુમલા સાથેની હત્યાની આ ઘટનાના પગલે પૂર્વ કચ્છ પોલીસ દોડતી થઇ ગઇ છે. પૂર્વ કચ્છમાં સામખીયાળી ખાતે ટોલનાકા નજીક એક કિન્નરની બપોરે રહસ્યમય હત્યા થયાની ઘટના બાદ સાંજે લાખાગઢ ગામે લગ્નની જાન પર હુમલા સાથે બનેલી હત્યાની ઘટના એ પૂર્વ કચ્છ પોલીસને દોડતી કરી દીધી છે હુમલાની આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ લાખાગઢ ગામે દોડી ગયા છે. હુમલા સાથે હત્યાની આ ઘટના પાછળ જૂની અદાવત કારણભૂત હોવાનું માનવામાં આવે છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હાલ તુરંત લાખાગઢ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. છેલ્લી મળતી માહિતી પ્રમાણે મરણ જનાર દલપતભાઈ વ્યવસાય શિક્ષક હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *