દરિયાઈ શહેર માંડવી ની મુલાકતે કુશલસિંહ પઢેરિયા અને પ્રવિણસિંહ મોરી
દરિયાઈ શહેર માંડવી મધ્યે પધારેલા માંડવી-02 વિધાનસભાના વિસ્તારક એવા ગુજરાત પ્રદેશ ભાજપ ના કારોબારી સભ્ય અને ખાદીગ્રામ ઉદ્યોગ બોર્ડના પૂર્વ અઘ્યક્ષ શ્રી કુશલસિંહ પઢેરિયા જી અને હિમોફિલિયા શિક્ષણ અને માહિતિ સેવા ટ્રસ્ટ ગુજરાત ના ચેરમેન શ્રી પ્રવિણસિંહ મોરી જી એ માંંડવી શહેર ની શુભેચ્છા મુલાકાત કરી હતી.
દરિયાઈ શહેર માંડવી ની મુલાકતે કુશલસિંહ પઢેરિયા અને પ્રવિણસિંહ મોરી
આ પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપ પ્રદેશ માછીમાર સેલના સંયોજક પરેશભાઈ જેઠવા, સહ સંયોજક મહેન્દ્રભાઈ માલમ, માંંડવી શહેર ભાજપના ઉપ પ્રમુખ ઉદયભાઈ ઠાકર,માંડવી શહેર ભાજપ ખજાનચી જીગર કિશોરભાઈ ધાયાણી , નગર સેવા સદનના પૂર્વ ઉપ પ્રમુખ નરેનભાઈ સોની, પૂર્વ નગરસેવક હેમાંગભાઈ કાનાણી, માંંડવી ખારવા સમાજના પ્રમુખ શ્રી અશોકભાઈ ફોફિંડિ, પૂર્વ પ્રમુખો શ્રી વિજયભાઈ ભદ્રેશા, કિશોરભાઈ કષ્ટા, હંસરાજભાઈ માલમ તેમજ ખારવા સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.