KSHATRIYA LEADER REPRESENT : રાજકોટના અમરનાથ મંદિરના વિવાદને લઈ પી.ટી. જાડેજાએ કહ્યુંકે મહાદેવને 17 વર્ષથી લોટો ચડાવવા આવ્યા નથી તે ટ્રસ્ટીઓ મારી સામે આક્ષેપો કરે છે

KSHATRIYA LEADER REPRESENT : રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર બિગબજાર પાછળ આવેલા અમરનાથ મંદિરમાં મહાઆરતી મામલે માથાકૂટ થતા ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા સામે ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ પી.ટી. જાડેજા સામે પાસા હેઠળ કાર્યવાહી કરી સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજની ઠેરઠેરથી થયેલી રજૂઆત બાદ સરકારે પી.ટી. જાડેજા સામેની પાસાની અરજી રિવોક કરતા છુટકારો થયો હતો. હવે ફરી પી.ટી. જાડેજા અમરનાથ મંદિર મામલે મેદાનમાં આવ્યા છે.

KSHATRIYA LEADER REPRESENT : આજે સ્થાનિક લોકોને સાથે રાખી પોલીસ કમિશનરે આવેદનપત્ર પાઠવ્યું હતું. બે દિવસ પહેલા જે લોકો દ્વારા તેમની સામે જે રજૂઆતો કરવામાં આવી છે તે મામલે ન્યાયિક તપાસ કરવાની માગ કરી છે. પીટી જાડેજાએ કહ્યું કે, જે ટ્રસ્ટીઓ 17 વર્ષથી મહાદેવને લોટો ચડાવવા આવ્યા નથી તેઓ મારી સામે ખોટા આક્ષેપો કરી રહ્યા છે.

KSHATRIYA LEADER REPRESENT : ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા તેમજ અમરનાથ મંદિરની આસપાસ રહેતા રહીશો અને શ્રદ્ધાળુઓ આજરોજ પોલીસ કમિશનર કચેરી ખાતે આવી રૂબરૂ લેખિત રજૂઆત કરી હતી. જેમાં તેમને સ્પષ્ટ આક્ષેપ સાથે સામેની વ્યક્તિઓ દ્વારા ખોટી રીતે મંડળી રચી ભક્તો પાસેથી રૂપિયા 8 થી 10 હજાર ઉઘરાવવામાં આવી રહ્યા છે, જે ગેરવ્યાજબી છે.
મારા વિરુદ્ધ પણ ખોટી ફરિયાદ કરાવી હતી. આ આખી ટોળકી રાક્ષસી માનસિકતા ધરાવે છે માટે તેમને નસિયત પહોચાડી અમરનાથ મંદિરમાં શાંતિ સ્થપાય અને મંદિરની આજુબાજુના રહીશો તથા ભક્તો શાંતિથી મંદિરમાં પ્રવેશી શકે અને દર્શન તથા આરતીનો લાભ લઈ શકે તેવા હેતુથી પણ આ ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.
KSHATRIYA LEADER REPRESENT : ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ પોલીસ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, 2004થી શ્રી અમરનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ, રાજકોટની રચના થયા બાદ તેમની કાયદેસર રીતે નોંધણી થયા સમયથી હું ટ્રસ્ટમા પ્રમુખ તરીકે સેવા આપીને ટ્રસ્ટ અને મંદિર તથા મંદિર પરિસરના વિકાસ અર્થે સતત સક્રિય રહીને તમામ પ્રસંગોએ હાજર રહીને એકદમ પારદર્શક હિસાબ-કિતાબ તથા વહીવટ અને વ્યવસ્થા કરી છે. આજ દિવસ સુધી કોઈપણ પ્રકારનો વાદ-વિવાદ કે તકરાર થઇ નથી.

KSHATRIYA LEADER REPRESENT : અર્જુનભાઈ ટહેલરામ લખવાણી અને હસુભાઈ ભાણજીભાઈ કારેલીયા સક્રિય ન હતા અને તેમને તેમના હોદાની ગરિમા જાળવી નથી અને આજદિન સુધી મંદિરના હિત માટે કોઈપણ કામગીરી કરી નથી કે તેઓ કોઈ જવાબદારી નિભાવતા ન હતા. તે બંને ઘણા વર્ષોથી નિષ્ક્રિય હતા તેમજ છેલ્લા થોડા સમયથી આ બંને કોઇની ચડામણીથી સક્રિય થઈને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
થોડા મહિના અગાઉ મયુરસિંહ રાણા, તીર્થરાજસિંહ હરદેવસિંહ ગોહિલ, ચાંદલીવાળા હઠીસિંહ જાડેજા, જસ્મિન ઉર્ફે લાલો મકવાણા, શૈલેશ ડાંગર તથા તેમની સાથેના અન્ય 10 શખસો કે જેઓ મંદિરમાં કે ટ્રસ્ટમાં કોઈ પ્રકારનો હોદો ધરાવતા નથી કે તેમને મંદિર કે ટ્રસ્ટ સાથે લાગતું- વળગતું નથી. તેઓ ગેરકાયદેસર મંડળી રચીને સમાન ઈરાદો પાર પાડવા માટે થઈને બહારના લોકોને અને ભક્તોને ભોળવીને સ્પેશિયલ પૂજા કરવાનું જણાવીને ભોળા ભક્તો અને તેમની આસ્થાનો ફાયદો ઉઠાવીને તેમની પાસેથી ગેરકાયદેસર રીતે રકમ રૂ.8થી 10 હજાર ઉઘરાવીને ગેરકાયદેસર રીતે આર્થિક સ્વાર્થ સાધતાં હતા.
KSHATRIYA LEADER REPRESENT : આ અંગે પૂજારી અને તેમના પત્નીએ તેમને રોકતા તેઓ ઉશ્કેરાય જઈને પૂજારી અને તેમના પરFવારને ધમકાવીને તેઓ સાથે ગાળાગાળી કરીને તેઓના સૂચિત મકાન તોડી નખાવાની ધમકીઓ આપીને મંદિરની બાજુમાં આવેલ બગીચામાં તેઓએ છુપાવેલ પ્રાણઘાતક હથિયારો મંદિરના પરિસરમાં લાવીને તમામને ધમકાવીને ડરનો માહોલ ઊભો કર્યો હતો.
અર્જુનભાઈ ટહેલરામ લખવાણી અને હસુભાઈ ભાણજીભાઈ કારેલીયા સક્રિય ન હોવા છતાં પૂજારી અને તેના પત્નીને ધમકાવી અમે કહીએ તેમજ કરવાનું કહીને અભદ્ર ભાષામાં વાણીવિલાસ કરી ધમકી આપી હતી. આ તમામ ઘટનાઓ અંગે ફરિયાદ ભકતોએ અને પૂજારીએ મને કરતાં પ્રમુખ તરીકે ગેરકાયદેસરની ગેરરીતિઓ મંદિર પરીસરમાં અટકાવવાનું કહ્યું હતું.
KSHATRIYA LEADER REPRESENT : અર્જુનભાઈ લખવાણી અને હસુભાઈ કારેલીયા કે જેઓ પણ આ ગેરકાયદેસરના કામોમાં ભાગીદાર હોય અને અગાઉના વર્ષોમાં પણ આ રીતે ગેરકાયદેસરની પ્રવૃતિમાંથી આર્થિક સ્વાર્થ સાધતાં હોય તેઓ પોતાની રાજકીય અને પોલીસની લાગવગ અને પૈસાના જોરે મારા ઉપર ખોટી અને બનાવટી વિગતોવાળી અને આધાર-પુરાવા વગરની ફરિયાદ આપી ખોટી રીતે પાસા હેઠળ અટકાયત કરાવી હતી.
આજરોજ હું તથા મંદિરની આજુબાજુના રહીશો તથા ભક્તો પોલીસ કમિશ્નર સાહેબ પાસે રૂબરૂ આવી આ અરજી સ્વરૂપે આવેદન આપી અને આ રાક્ષસી માનસિકતા ધરાવતી ટોળકીને યોગ્ય નસિયતે પહોંચાડી અમરનાથ મંદિરમાં શાંતિ સ્થપાય અને મંદિરની આજુબાજુના રહીશો તથા ભક્તો શાંતિથી મંદિરમાં પ્રવેશી શકે અને દર્શન તથા આરતીનો લાભ લઈ શકે તેમજ ભગવાન પ્રત્યેની તેમની શ્રદ્ધા અડગ રહી શકે તેવા હેતુથી પણ આ ટોળકી સામે ધોરણસરની કાર્યવાહી કરવા અમો તમામની નમ્ર અરજ છે.
KSHATRIYA LEADER REPRESENT : રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગિરિરાજ હોસ્પિટલ પાછળ નવજ્યોત પાર્કમાં રહેતા કારખાનેદાર જસ્મિનભાઇ ભરતભાઇ મકવાણા (ઉં.વ.44)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાંઇનગર સોસાયટીમાં રહેતા પ્રવીણસિંહ ટપુભા જાડેજા ઉર્ફે પી.ટી.જાડેજાનું નામ આપ્યું હતું. જસ્મિનભાઇ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે 25 વર્ષથી અમરનાથ મહાદેવ મંદિરમાં સ્વયંસેવક તરીકે સેવા આપે છે.
આ મંદિરમાં દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને આ મહાઆરતીમાં દર વખતે 800 જેટલા લોકો ભાગ લે છે. પી.ટી.જાડેજા અગાઉ મંદિરના ટ્રસ્ટી હતા. ગત તા.21 એપ્રિલના સાંજે મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું અને મંદિરના પ્રવેશદ્વારની બાજુમાં અમરનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજિત મહાઆરતી લખેલું બોર્ડ બેનર લગાવ્યું હતું, જેના એક દિવસ પહેલાં એટલે કે તા.20ના સાંજે પી.ટી.જાડેજાએ કારખાનેદાર જસ્મિનભાઇને ફોન કરી 45 મિનિટ સુધી વાત કરી હતી અને મંદિરમાં આરતી ન કરવા ધમકી આપી હતી.
KSHATRIYA LEADER REPRESENT : આ કારખાનેદારને ક્ષત્રિય આગેવાને ધમકી આપી ‘આરતી કરતો નહીં, નહીંતર લોહિયાળ ક્રાંતિ થશે,’ કહી ગાળો પણ ભાંડી હતી. એટલું જ નહિ, આ પછી તા.21ના મંદિર પાસે લાગેલાં બેનર્સ પણ પી.ટી.જાડેજા લઈ ગયા હોવાનો અને મંદિરે શ્વાન લઇને આવી લોકોને ડરાવતા હોવાનો આક્ષેપ પણ ફરિયાદી દ્વારા ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.