KIDNAPPING CASE OF 3 YEARS CHILD : સુરતમાં પત્નીને પરત લાવવા સાઢુભાઈ પાસેથી મધ્યસ્થી કરાવવા માટે બાળકનું અપહરણ.

KIDNAPPING CASE OF 3 YEARS CHILD : સુરતમાં પત્નીને પરત લાવવા સાઢુભાઈ પાસેથી મધ્યસ્થી કરાવવા માટે બાળકનું અપહરણ.

KIDNAPPING CASE OF 3 YEARS CHILD
KIDNAPPING CASE OF 3 YEARS CHILD

KIDNAPPING CASE OF 3 YEARS CHILD : સુરતના સચિન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પિયર ચાલી ગયેલી પોતાની પત્નીને પરત લાવવા માટે એક યુવકે પોતાના સાઢુભાઈના ત્રણ વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. જોકે, સચિન પોલીસે CCTVના આધારે ગણતરીના કલાકોમાં આ અપહરણના કેસનો ભેદ ઉકેલી નાખી આરોપીની ધરપકડ કરી બાળકને હેમખેમ તેના માતા-પિતાને પરત સોંપ્યું છે.

KIDNAPPING CASE OF 3 YEARS  CHILD
KIDNAPPING CASE OF 3 YEARS CHILD

KIDNAPPING CASE OF 3 YEARS CHILD : ઘટનાની વિગત મુજબ, 10 ઓગસ્ટના રોજ સાંજે સુડા સેક્ટર-3માં રહેતા રહીમ રઝાક મન્સૂરી નામના યુવકે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો ત્રણ વર્ષનો પુત્ર સોના ગુમ થયો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બનાવના સ્થળની આસપાસના CCTV ફૂટેજ તપાસ્યા હતા.

CCTVમાં એક વ્યક્તિ કેસરી રંગનો ગમછો પહેરીને બાળકને લઈ જતો દેખાયો હતો. પોલીસે આ ફૂટેજના આધારે તપાસ આગળ વધારી અને જાણવા મળ્યું કે અપહરણ કરનાર વ્યક્તિ ફરિયાદી રહીમ મન્સૂરીનો સગો સાઢુભાઈ રિયાઝ અબ્દુલહક મન્સૂરી છે.

પોલીસે તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. CCTV ફૂટેજ અને અન્ય માહિતીના આધારે પોલીસને જાણવા મળ્યું કે આરોપી બિલીમોરા રેલવે સ્ટેશન નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર છે. પોલીસે ત્યાંથી રિયાઝ મન્સૂરીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી બાળકને સહી-સલામત રીતે મુક્ત કરાવ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી રિયાઝ મન્સૂરીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે તેની પત્ની છેલ્લા છ મહિનાથી ઝઘડો કરીને પિયર જતી રહી હતી અને પરત આવતી નહોતી. પોતાની પત્નીને પાછી લાવવા માટે તેણે તેના સાઢુભાઈ રહીમ મન્સૂરીને ઘણીવાર મધ્યસ્થી કરવા વિનંતી કરી હતી, પરંતુ રહીમ મન્સૂરી તૈયાર નહોતો.

આ વાતથી ગુસ્સે થઈને અને સાઢુભાઈ પર દબાણ લાવવાના ઈરાદે તેણે તેના બાળકનું અપહરણ કર્યું હોવાનું કબૂલ્યું હતું. સમગ્ર મામલે સચિન પોલીસે અપહરણ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢીને તેના પરિવારને સોંપ્યું હતું અને આરોપી રિયાઝ મન્સૂરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *