
લકઝરિયસ કારની ચોરી કરી તેના એન્જીન અને ચેસીસ નંબર બદલી નાખી વેચી મારવાનું આંતરરાજ્ય કૌભાંડ ખેડા એલસીબીએ ઝડપી પાડયું છે, જેમાં કચ્છની બે કારનો પણ સમાવેશ થાય છે.પ્રાપ્ત વિગતો મુજબ ખેડા એલસીબીએ આંતર રાજ્ય કાર કૌભાંડનો પર્દાફાશ કરીને ૧૩ ગાડીઓ ઝડપી પાડી હતી, જેમાં એક કચ્છની કાર ઝડપાઈ હતી, તો અન્ય રાજયની એક કારમાં કચ્છની પાસિંગના નંબર જોડી વેચવામાં આવ્યાનું સામે આવ્યું હતું. એલસીબીએ કબજે કરેલી કારમાં કચ્છ પાસિંગના નંબર જી.જે.૧ર.બી.આર. ૧૧૧૧ વાળી હુન્ડાઈ વર્ના કારનો સમાવેશ થાય છે, જેના અસલ નંબર દિલ્હી પાસિંગના ડી.એલ. ૮ સી.એ. ૩૯૧૯ હતા. દિલ્હીની આ કાર ચોરી તેને કચ્છ પાસીંગના નંબર અપાયા હતા. તો જી.જે. ૧ર સી.જી. ૩ર૬૩ નંબરની અર્ટીગા ગાડી કબજે કરાઈ હતી. પોલીસે આ કૌભાંડમાં કુલ્લ ૧૩ ગાડીઓ સાથે આરોપી ઈમરાનખાન અહેમદ પઠાણને ઝડપી પાડયો હતો. તેની પુછતાછમાં અન્ય શખ્સોના નામ ખુલી શકે છે, તેમજ તેને આ રીતે બીજી અનેક ગાડીઓનું વેંચાણ કર્યાની કબુલાત
આપી હતી.