ભારે વરસાદના કારણે અમરનાથ પછી કેદારનાથ યાત્રા પર પણ રોક
શુક્રવારે સાંજે વરસાદને કારણે અમરનાથ યાત્રામાં થયેલ ભારે તારાજી બાદ હવે ભારે વરસાદને જોતા કેદારનાથ યાત્રા પર રોક લગાવવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રૂદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે, યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય ઘટનાની આશંકા વચ્ચે કેદારનાથ યાત્રાને સોનપ્રયાગથી રોકી દેવામાં આવી છે.
અમરનાથ ગુફાથી 2 કિમી દૂર વાદળ ફાટતા લગભગ 16 શ્રદ્ધાળુઓના મોત અને 40થી વધુ શ્રદ્ધાળું લાપતા થયા હોવાના અહેવાલ છે. નીચા ભાગમાં આવેલા કેમ્પમાં 10 હજારથી વધુ શ્રદ્ધાળુંઓ રોકાયેલા છે. વાદળ ફાટવાની ઘટના બાદ સરકાર દ્વારા અમરનાથ યાત્રા અટકાવી દેવામાં આવી છે.