ઓગણીસમી સદીના ગુજરાતના પ્રખર સમાજસુધારક, નીડર પત્રકાર અને લેખક કરસનદાસ મૂળજીની આજે જન્મ જયંતી છે. તેમના સામયિક સત્યપ્રકાશનું ગુજરાતના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં અનોખું સ્થાન રહ્યું છે. ગુજરાતી સાહિત્ય તથા સમાજ સુધારમાં કરસનદાસજી મૂળજીએ આગવું પ્રદાન આપ્યું છે. આશરે 10,000 શબ્દો ધરાવતો શાળા માટે ઉપયોગી લઘુકોશ ‘ધ પૉકેટ ગુજરાતી-ઇંગ્લિશ ડિક્ષનરી’ એમનું મહત્વનું પ્રદાન છે. આ ઉપરાંત ‘નીતિસંગ્રહ’ ‘નીતિવચન’, કુટુંબમિત્ર’ વગેરે ગ્રંથો દ્વારા સાહિત્યમાં અજોડ યોગદાન આપનાર કરસનદાસ મૂળજીને’ ક્રાઇમ કિંગ ન્યુઝ ‘ તરફથી શ્રધ્ધાંજલી અર્પણ.
કરસનદાસે 21 સપ્ટેમ્બર, 1860ના રોજ તેમનો જાણીતો લેખ ‘હિન્દુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો’ પ્રગટ કર્યો. આ લેખમાં તેમણે મહારાજોનાં અયોગ્ય કાર્યો જાહેર કર્યાં. આ લેખને કારણે જદુનાથજી મહારાજે કરસનદાસ પર રૂપિયા 50,000નો બદનક્ષીનો દાવો માંડ્યો; જેનો અહેવાલ ‘મહારાજ લાયબલ કેસ’ (1862) નામે પ્રગટ થયો હતો.