
કન્યાદાનના નાણાં રામ મંદિર માટે આપતી સુરતની નવોઢા
કન્યાદાનમાં મળેલા દોઢ લાખ રૂપિયા મંદિર નિર્માણ માટે કાર્ય દાન
હીરા વેપારીની પુત્રીએ પિતાએ આપેલા કન્યાદાનના નાણાંનું કર્યું દાન
લગ્નમાં આવેલા અન્ય મહેમાનોએ પણ યથાશક્તિ કર્યું દાન
અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરુ થઇ ગયું છે. ત્યારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સમગ્ર દેશવાસીઓને મંદિર નિર્માણમાં જોડવા હેતુ શ્રી રામ મંદિર ધન સંચય અભિયાન ગત ૧૫ જાન્યુઆરીથી શરુ કરવામાં આવ્યું છે .જેમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદથી લઇ મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ યથાશક્તિ દાન કર્યું છે.ત્યારે હવે સુરતમાં રામ ભક્તિનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતની એક નવોઢાએ લગ્નના માંડવેથી જ પિતાએ આપેલા કન્યાદાનના નાણાં રામ મંદિર નિર્માણ માટે દાન કરી દીઘા છે.
સુરત સ્થિત ડાયમંડ વેપાર વેપારી રમેશ ભલાણીની પુત્રી દ્રષ્ટિનારવિવારે લૂમ્સના બિઝનેસમેન સિદ્ધાર્થ સાથે કરવામાં આવ્યા હતા.ત્યારે લગ્નમાં પિતા રમેશ ભલાણીએ પુત્રી દ્રષ્ટિને કન્યાદાનમાં દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. દ્રષ્ટિએ કન્યાદાનમાં પિતાએ આપેલી દોઢ લાખ રૂપિયાની રકમ રામ મંદિરના નિર્માણ માટે દાન કરી દેવાની જાહેરાત કરી હતી. કન્યાદાનની સમગ્ર રકમ દ્રષ્ટિ દ્વારા દાન કરવામાં આવી તેનાથી પ્રેરણા લઇ લગ્નમાં આવેલા મહેમાનોએ પણ રામ મંદિરના નિર્માણ માટે યથા શક્તિ દાન આપ્યું હતું.
કન્યાદાનની રકમ દાનમાં આપ્યા બાદ દ્રષ્ટીએ કહ્યું હતું કે મેં જે રકમ દાન કરી તે સમગ્ર પરિવાર માટે ગર્વની વાત છે, કારણ કે મને મારા પિતા પાસેથી પ્રેરણા મળી છે. આથી મેં મારાથી બનતી મદદ કરી હતી. જો કે મેં ક્યારેય સપનામાં પણ નહતુ વિચાર્યું કે, મને આ તક મળશે. હવે જ્યારે પણ અયોધ્યા જઈને ભગવાન રામના દર્શન કરીશ, તો મને મારા લગ્નની યાદ આવશે.
વિશ્વ હિંદુ પરિષદના ગુજરાત રાજ્યના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે કહ્યું હતું કે સમગ્ર દેશ માટે ગુજરાતમાં પણ રામ મંદિરના નિર્માણ માટે દાન આપવા માટે સતત આગળ આવી રહ્યાં છે. ૧૪ જાન્યુઆરીથી શરુ થયેલ ધન સંચય અભિયાન હેઠળ પ્રથમ સપ્તાહ દરમિયાન જ ગુજરાતમાંથી જંગી ભંડોળ એકત્ર થયું છે અને હજુ પણ દાન લોકો કરી જ રહ્યા છે. રામ મંદિર માટે એકત્ર કરેલી આ રકમમાં સૌથી વધુ 11 કરોડ રૂપિયાનું યોગદાન સુરતના એક હીરા વેપારી ગોવિંદભાઈ ધોળકિયાએ આપ્યું છે