ગાંધીનગર DG વિજિલન્સની ટીમને બાતમી મળી હતી કે કણભા વિસ્તારમાં મોડી રાતે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઉતરવાનો છે અને કટીંગ થવાનો છે. જેથી વિજિલન્સની ટીમો ગાંધીનગરથી રવાના થઈ બાતમીવાળી જગ્યા પર પહોંચી હતી. લાખો દારૂ ભરેલી ગાડીઓ આવતા પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. પોલીસને દરોડા દરમ્યાન 14000 જેટલી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. પાંચ જેટલા વાહનોમાં દારૂ ભરીને લઈ જવાનો હતો જો કે તેની પહેલા જ વિજિલન્સ ત્રાટકી હતી. પોલીસે રૂ. 47 લાખની 14000 જેટલી દારૂ- બિયરની બોટલો, રૂ. 24 લાખના પાંચ વાહનો, 13 મોબાઈલ કબ્જે કર્યા હતા.