Kalol
Kalol : આજે સવારમાં કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેથી બસની રાહ જોઈને ઉભેલા મુસાફરોને કચડી નાખ્યાં હતા. બસના તોતિંગ ટાયર મુસાફરો પર ફળી વળતા 5 મુસાફરોના મોત થયા હતા. જ્યારે 4થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી.
કલોલ (Kalol) અંબિકા બસ સ્ટેન્ડ ઉપર આજે સવારના સમયે વિચિત્ર અકસ્માત સર્જાતા પાંચ લોકોના ઘટનાસ્થળે મોત થયાના અહેવાલ મળી રહ્યાં છે. જ્યારે ચારથી વધુ લોકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા છે. કલોલ અંબિકા બસ સ્ટેન્ડ ઉપર મુસાફરો પોતાના કામ ધંધા અર્થે વાહનની રાહ જોઈને ઉભા હતા. એ વખતે એક વાદળી કલરની એસ.ટી બસ રોડ પર ઉભી હતી. જેની આગળ મુસાફરો બસની વાહનની રાહ જોઈને ઉભા રહ્યા હતા.
આ દરમિયાન પાછળથી આવતી એક લકઝરી ગાડીના ચાલકે પોતાની લકઝરી પૂરપાટ ઝડપે અને ગલતભરી રીતે હંકારીને વાદળી કલરની એસ.ટી બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે બસ એક દમ આગળ ધકેલાઈ ગઈ હતી. એજ ઘડીને ત્યાં ઉભેલા મુસાફરો બસની હડફેટે આવી ગયા હતા. આ વિચિત્ર અકસ્માતમાં ચાર મહિલા સહિત પાંચ મુસાફરોનાં સ્થળ પર કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય ચાર મુસાફરોને શરીરે ગંભીર ઈજાઓ થઈ છે.
ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ લઈ જવાયા
આ બનાવના પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. તો બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવી મૃતકો તેમજ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે. હાલમાં Kalol પોલીસ દ્વારા મૃતકોની ઓળખવિધિ કરવાની તજવીજ ચાલી રહી છે.
મૃતકના નામ
શારદાબેન રોહિતભાઈ જાગરીયા 50 વર્ષ, ગોપાલ નગરના છાપરા પંચવટી કલોલ
બળવંતજી કાળાજી ઠાકોર 45 વર્ષ, પિયજ
દિલીપસીહ એમ વિહોલ 48 વર્ષ, ઇસંડ પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ હતા
પાર્થ ગુણવંતભાઈ પટેલ, 22 વર્ષ, એલ.૩ દ્વારકેશ રો હાઉસ પંચવટી વિસ્તાર કલોલ