Kachchh Earthquake : વહેલી સવારે કચ્છની ધરતી ફરી ધ્રુજી ઉઠી, રિક્ટર સ્કેલ પર 3.7 ની તીવ્રતા નોંધાઈ
Kachchh Earthquake : કચ્છમાં આજે સવારે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વાત જાણે એમ છે કે, આજે સવારે કચ્છની ધરતી ફરી ધ્રુજી ઉઠી હતી. વિગતો મુજબ રિક્ટર સ્કેલ પર 3.7 ની તીવ્રતા નોંધાઈ છે. આ તરફ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું છે. પ્રાથમિક વિગતો મુજબ આજે સવારે 08:14 મિનિટે આંચકો અનુભવાયો હતો.