જૂનાગઢમાં સામાન ભરાવતી વખતે એક લાખના માલ મત્તાની થેલીની ચોરી થતા પોલીસ ફરિયાદ

જુનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં આવેલ પ્રસંગ એપાર્ટમેન્ટમાં રહેતા રશ્મિબેન ભાલચંદ્રભાઇ છાયા ને સુરત રહેવા જવું હોવાથી સામાન લઈ જવા ટ્રક બોલાવ્યો હતો સામાન ભરાઈ ગયા બાદ રશ્મિબેન એ મજૂરોને 2000 આપતા મજુર જતા રહ્યા હતા ડ્રાઇવરને ડીઝલના 8000 આપવાના હોવાથી કબાટમાં રાખેલી થેલી લેવા જતા 43 હજાર રોકડા બે વીંટી અને ત્રણ જોડી બુટ્ટી મળે કુલ 1.03 લાખની મત્તા સાથેની થેલી ગાયબ થઈ હતી મજૂરોની બોલાવી તેને પૂછપરછ કરતા તેઓએ અમે કાંઈ લીધું નથી તેમ કહ્યું હતું પણ આમ જ કહ્યું હતું

રશ્મિબેન એ ઘરમાં તપાસ કર્યા બાદ રોકડ અને દાગીના સાથેની થેલી ન મળતા આજે તેઓએ ફરિયાદ નોંધાવી હતી જેમાં ટ્રક ચાલાક અને ત્રણ મજૂરો સામે શંકા વ્યક્ત કરવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આમ જુનાગઢમાં સામાન ભરાવતી વખતે એક લાખના માલમતા ની ચોરી છતાં પોલીસે ગુનો દાખલ કરી અને શંકાસ્પદ આરોપીઓની હાલ તપાસા કરી છે તમામ શંકાસ્પદ વ્યક્તિઓ પોતે ચોરી ન કરી હોવાની બાહેજરી આપી રહ્યા છે પરંતુ પોલીસે પોલીસની ભાષામાં તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *