પેરોલ પર છૂટી ફરાર થયેલ આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી નિલેશ ઝાંઝડીયા એસપી રવિ તેજા વાસમ શેટી ની સુચના બાદ ખાસ પેરોલ ફર્લો સ્કોડ જિલ્લામાં ડ્રાઇવ ઝુંબેશ શરૂ કરી હતી દરમિયાન બાદમે મળી કે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના છેલ્લા બે વર્ષથી કુલ ત્રણ ગુનામાં સંડોવાયેલો કલ્પિત ઉર્ફે કલ્પેશ વિનુભાઈ ધામી રહે મોટી પાનેલી તાલુકો ઉપલેટા જીલ્લો રાજકોટ વાળો ખાનગી ટ્રાવેલ્સ બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોય હાલ અમદાવાદ થી ધારી ટ્રાવેલ્સ બસ લઈને નીકળવાનો છે
બાદમાં એલસીબી પી આઈ એચ આઈ ભાટી ના માર્ગદર્શનમાં પેરોલ ફર્લો સ્કોડ ના એએસઆઈ પ્રદીપભાઈ ગોહિલ અને સ્ટાફના ઉમેશભાઈ વેગડા સંજયભાઈ દિનેશભાઈ છૈયા જયેશભાઈ બાંભણિયાએ તુરંત જ અમરેલી જાઈ અમરેલી કોલેજ રોડ બાયપાસ વિસ્તારમાં વોચ ગોઠવી હતી દરમિયાન આરોપી ત્યાંથી બસ લઈને નીકળતા તેને રોકાવી તપાસ કરતા પોતાનું નામ કલ્પેશ ધામી હોવાનું જણાવતા તેને પૂછપરછ હાથ ધરાઈ હતી પૂછપરછમાં જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના ત્રણે ગુનામાં પોતે કરેલા હોવાની કબુલાત આપી અને તેને પોલીસે હસ્તગત કરી જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેને સોંપી દીધેલ છે