Jio પહેલા ફ્રીમાં આપ્યું, પછી થોડા રૂપિયામાં મેમ્બરશિપ લેવડાવીને આદત પડાવી, હવે ભાવ વધાર્યો
દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પ્રીપેડ ટેરિફ પ્લાનની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. જિયોના વધેલા ટેરિફ પ્લાન 3 જુલાઈથી શરૂ થશે. કંપનીનો બેઝ પ્લાન જે પહેલા 155 રૂપિયાનો હતો તે વધીને 189 રૂપિયા થઈ જશે. રિલાયન્સ જિયોએ 17 પ્રીપેડ અને 2 પોસ્ટ પેઇડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે.
નવી દિલ્હી દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ તેના પ્રીપેડ ટેરિફ પ્લાનની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. કંપનીના નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી શરૂ થશે. કંપનીનો બેઝ પ્લાન પહેલા 155 રૂપિયાનો હતો, જે વધીને 189 રૂપિયા થશે. આવી સ્થિતિમાં ટેરિફમાં 22 ટકાનો વધારો થયો છે.
રિલાયન્સ જિયોએ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં 15% થી 25% સુધીનો વધારો કર્યો છે. નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી અમલમાં આવશે. હવે 239 રૂપિયાનો સૌથી લોકપ્રિય પ્લાન 299 રૂપિયામાં ઉપલબ્ધ થઈ ગયો છે.
આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે. સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન 155 રૂપિયાનો હતો, હવે તેની કિંમત ઘટાડીને 189 રૂપિયા કરી દેવામાં આવી છે. જીઓએ પોતાના પ્લાનમાં 34થી લઇને 600 રૂપિયા સુધીનો વધારો થયો છે.