Japan Moon Mission : JAXAના લેન્ડર માટે ભારત નું ચંદ્રયાન 2 બન્યું ‘માર્ગદર્શક’

Japan Moon Mission : જાપાનનું મૂન મિશનને સફળ બનાવવામાં ભારતના ચંદ્રયાન-2નો મોટો ફાળો છે. જાપાનની સ્પેસ એજન્સી ‘જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી’ (JAXA) એ આ વિશે માહિતી આપી છે.

Japan Moon Mission : ચંદ્ર પર લેન્ડિંગ બાદ જાપાનના ચંદ્ર મિશન SLIMનું જીવન જોખમમાં છે. આ જાપાની અવકાશયાન ચંદ્ર પર એવી જગ્યાએ ઉતર્યું છે જ્યાં હજુ પણ અંધારું છે. જેના કારણે સોલાર પેનલ કામ કરી રહી નથી અને વીજળી પણ ઉત્પન્ન થઈ રહી નથી. આ જ કારણ છે કે ચંદ્રની સપાટી પર ઉતર્યાના લગભગ 3 કલાક પછી જાપાને તેના મૂન લેન્ડર સ્લિમને સ્વિચ ઓફ કરી દીધું.

Japan Moon Mission : જાપાની સ્પેસ એજન્સીએ કહ્યું છે કે હવે જ્યારે સૂર્યના કિરણો ચંદ્રના આ ક્ષેત્ર પર પડશે તો તેઓ તેને ફરી ચાલુ કરી દેશે. આ કારણે જાપાની મિશન પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. દરમિયાન, જાપાનની સ્પેસ એજન્સી JAXA એ સ્લિમને બચાવવા માટે ભારતના ચંદ્રયાન-2ની મદદ લીધી હતી. એટલું જ નહીં જાપાની એજન્સીએ સ્લિમની પહેલી તસવીર પણ જાહેર કરી છે. જાપાને કહ્યું છે કે આ લેન્ડર લક્ષ્યથી 55 મીટર દૂર લેન્ડ કર્યું છે. પરંતુ એજન્સીએ 100 મીટરની ચોકસાઈ સાથે તેનું લેન્ડિંગનું મુખ્ય મિશન પૂર્ણ કર્યું.

Japan Moon Mission : એક અહેવાલ મુજબ, જાપાને ભારતના બીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-2ની મદદથી આ કર્યું, જેને ટેકનિકલી ‘ફેલ’ માનવામાં આવે છે. પરંતુ જેનું ઓર્બિટર ભારત અને અન્ય દેશોના વાહનોને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખે છે. JAXAએ ગુરુવારે આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે.

Japan Moon Mission : તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતીય અવકાશયાન ચંદ્રયાન-2 દ્વારા ચંદ્રની ટોપોગ્રાફી રેકોર્ડ કરવામાં આવી છે. તેમજ SLIM લેન્ડરના નેવિગેશન કેમેરા દ્વારા તસવીરો મેળવવામાં આવી છે. આ બંનેની મદદથી 50 મીટરની ઊંચાઈએ H2 (બીજી ઉડાન) દરમિયાન તસવીરો તૈયાર કરવામાં આવી હતી અનેઆ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને જ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.’ આ રીતે ભારત ચંદ્ર પર પણ અન્ય દેશોને મદદ કરી રહ્યું છે.

Japan Moon Mission : જાણીતું છે કે 2 સપ્ટેમ્બર, 2019 ના રોજ, ચંદ્રયાન-2 ના લેન્ડર મોડ્યુલે ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતા પહેલા અંતિમ યાત્રા શરૂ કરવા માટે, સફળતાપૂર્વક પોતાને ઓર્બિટરથી અલગ કરી દીધી હતી. જો કે, થોડા દિવસો પછી, 7 સપ્ટેમ્બરના રોજ, વિક્રમ લેન્ડર ચંદ્ર પર ક્રેશ થયું. આ મિશન તેના ધારેલા ધ્યેયને હાંસલ કરી શક્યું ન હતું, પરંતુ ઓર્બિટર પરના સાધનો ત્યારથી ચંદ્રની ભ્રમણકક્ષામાંથી મહત્વપૂર્ણ ડેટા પ્રદાન કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *