ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી અને તાલુકાની મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર, આધાર નોંધણી કેન્દ્ર તથા ઇ-ધરા કેન્દ્ર તા. ૦૫ જૂનથી કાર્યરત

ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લાની મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર, આધાર નોંધણી કેન્દ્ર તથા ઇ- ધરા કેન્દ્રો આજે તા. ૦૫મી જૂન,  ૨૦૨૧ થી શરૂ કરવામાં આવશે, તેવું ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું છે.

ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ વધુમાં જણાવ્યું છે કે, હાલમાં કોરોના વાઇરસનું સંક્રમણ ઓછું થયેલ હોઇ કોવિડ- ૧૯ અનલોકની ગાઇડ લાઇન અનુસાર સોશ્યિલ ડિસ્ટન્સિંગ સહિત વિવિધ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની શરતે જનસેવા કેન્દ્રો અને આધાર નોંધણી કેન્દ્ર તથા ઇ-ધરા કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે.

આ કેન્દ્રો પર આવનાર તમામ વ્યક્તિઓએ ફરજીયાત પણે મોઢુ ઢાંકવાનું રહેશે અથવા માસ્ક પહેરવાનું રહેશે. છ ફૂટનું સોશ્યિલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે ગોળ સર્કલ બનાવવાના રહેશે. ક્યુ મેનેજરની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. પાંચ કે તેથી વધુ અરજદારો એક સાથે ભેગા ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. તેની સાથે કચેરીના સ્થળ ખાતે થૂંકવા બદલ દંડ વસૂલવા કરવામાં આવશે.

તાપમાનની ચકાસણી, હાથ ધોવા તથા બની શકે તો સ્પર્શ રહીત સેનેટાઇઝરની વ્યવસ્થા જનસેવા કેન્દ્રો, આધાર કેન્દ્રો તથા ઇ- ધરા કેન્દ્રો તેમજ દરેક આવવા- જવાના સ્થળ ખાતે ઉપલબ્ધ કરાવવાની રહેશે. તેમજ જનસેવા કેન્દરો, ઇ-ધરા કેન્દ્રો તથા આધાર કેન્દ્રોની વારંવાર સફાઇ કરવામાં આ. અરજદારોએ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે કચેરીના સ્ટાફ વચ્ચે યોગ્ય અંતર જાળવવાનું રહેશે. આ નિયમોનું યોગ્ય પાલન થાય તે માટે એક કર્મચારીને નોડલ તરીકે નિમણૂંક કરી અમલવારી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *