Janmashtami 2023 : લાલાના સ્વાગત માટે વૃંદાવનમાં ભારે ભીડ, ઢોલ-નગારા સાથે જોરદાર ધૂમ, કરો મુખ્ય મંદિરોના દર્શન

Janmashtami 2023 : જન્માષ્ટમી મથુરા: કાન્હાની જન્મનગરી શ્રીકૃષ્ણનાં નાદથી ગૂંજી ઊઠી છે. વૃંદાવન-મથુરામાં ભક્તો શોભાયાત્રાઓ કાઢી રહ્યાં છે. દ્રશ્ય જોઈ તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો.

Janmashtami 2023 : મથુરા-વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મનો પર્વ ઊજવાઈ રહ્યો છે. અહીંનાં મુખ્ય મંદિરોમાં આજે એટલે કે 7 સપ્ટેમ્બરની મધ્યરાત્રી 12 વાગ્યે કાન્હાનો જન્મ થશે. આ પર્વ પર ગલી-ગલીમાં હરે કૃષ્ણા-હરે કૃષ્ણાનો સાદ સંભળાઈ રહ્યો છે. લલ્લાનાં સ્વાગત માટે મથુરા-વૃંદાવનને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. મથુરાનાં શ્રીકૃષ્ણનાં જન્મસ્થાન મંદિર પર તમામ આયોજન શરૂ થઈ ગયાં છે.

Janmashtami 2023 : મુખ્યદ્વાર સામે કલાકારોનું નૃત્ય

કાનૂડાની નગરી આજે ચારેયતરફથી કૃષ્ણમય છે. ભક્ત યાત્રાઓ કાઢી રહ્યાં છે અને ગાયન કરી રહ્યાં છે. મંડલીમાં ભજન અને કિર્તન પણ થઈ રહ્યું છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિનાં મુખ્યદ્વાર સામે કલાકારો નૃત્ય કરી રહ્યાં છે. દરેક પોતાના કાન્હાનાં જન્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. એટલું જ નહીં મથુરામાં જન્મોત્વનાં ઉત્સાહમાં ભક્તો કૃષ્ણમય બની અને શ્રીકૃષ્ણનાં જન્મસ્થાનથી નગર યાત્રા નિકાળી હતી. જેમાં વિભિન્ન સંસ્કૃતિઓનો મેળ જોવા મળ્યો હતો.

Janmashtami 2023 : પંચામૃત અને મહૌષધિથી અભિષેક

ઠાકુર રાધાદામોદર મંદિરમાં ગઈકાલે સવારે 10.30 વાગ્યે વેદ મંત્રોચ્ચાર સાથે ઠાકુરજીનાં ચલ વિગ્રહનું પંચામૃત અને મહૌષધિથી અભિષેક કરવામાં આવ્યું. આ બાદ મનમોહક શ્રૃંગાર દર્શન મોડીરાત સુધી ચાલ્યાં. ઠાકુર રાધાદામોદરનું અભિષેક આચાર્ય તરુણ ગોસ્વામી, આચાર્ય કૃષ્ણ બલરામ ગોસ્વામી તેમજ પૂર્ણચંદ્ર ગોસ્વામી દ્વારા થયું.

Janmashtami 2023 : વ્રજમાં નિકળી શોભાયાત્રા

વ્રજમાં આજે વિવિધ સંસ્કૃતિઓનો સમાગમ જોવા મળ્યો. બુંદેલખંડ, ભોજપુરી, હરિયાણવી અને વ્રજસંસ્કૃતિનો સમાગમ જોઈ મથુરાવાસીઓ જ નહીં પરંતુ દેશ-વિદેશથી આવેલા ભક્તો આનંદિત થઈ ગયાં. આ શોભાયાત્રામાં 250 લોક કલાકારો જોવા મળ્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *