Jai Shri Ram: 22 જાન્યુઆરી ના જાહેર રજા ની માંગ માંડવી તાલુકા વિપક્ષી નેતા અરવિંદ સિંહ જાડેજા દ્વારા ગુજરાત ના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ને પત્ર પાઠવી કરાઈ
Jai Shri Ram: અરવિંદસિંહ આર. જાડેજા (એડવોકેટ) , વિપક્ષી નેતા, માંડવી તાલુકા પંચાયત અને પ્રમુખ, માંડવી તાલુકા રાજપુત કરણી સેના એ મુખ્ય રાજ્યના મુખ્ય મંત્રી ને પત્ર મારફત જણવ્યું હતું કે
Jai Shri Ram: આગામી તા. ૨૨/૦૧/૨૦૨૪ ને સોમવાર ના શુભ દિવસે અયોધ્યાધામ માં પ્રભુ શ્રીરામ ના ભવ્યાતિ ભવ્ય નુતન મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. આ શુભ ઘડી ને વધાવવા સમ્રગ ભારત ના સનાતની હિન્દુ સમાજ માં અનેરો આનંદ-ઉલ્લાસ છે.
Jai Shri Ram: અને પ્રભુશ્રી રામ પ્રત્યે દરેક જાતિ-ધર્મ ના લોકો માં અપાર શ્રધ્ધા છે. આ શુભ ઘડી ને મનાવવા સમ્રગ ભારત ની જનતા માં થનગનાટ છે, સાથે ગુજરાતીઓ પણ આ શુભ ઘડી ની રાહ જોઈ રહ્યા છે. પ્રભુ શ્રી રામ ચૌદ વર્ષ ના વનવાસ બાદ અયોધ્યાધામ પધાર્યા હતા, તે સમય નો હર્ષોઉલ્લાસ અને આનંદ હાલે દરેક ભારતીય માં વ્યાપી રહયો છે. આગામી તા. ૨૨/૦૧/૨૪ ના દિવસ ને દિવાળી ની જેમ મનાવવા આ શુભ ઘડી-દિવસ ને યાદગાર બનાવવા તેમજ પ્રભુશ્રી રામ નું નુતન મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા સમય નું લાઈવ દર્શન નિહાળવા તમામ ભારતવાસીઓ સાથે ગુજરાતીઓ માં પણ થનઘનાટ છે. તેમજ આ શુભ દિવસ દરમ્યાન દરેક મંદિરો માં મોટા પાયે ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવેલ છે. જેથી વર્ષો બાદ આવેલ આ શુભ ઘડી અને શુભ દિવસ ને તમામ ગુજરાતી ઓ હર્ષોઉલ્લાસ ઉજવી શકે તે માટે આગામી તા. ૨૨/૦૧/૨૪ ને સોમવારે સરકારી રજા જાહેર કરી, તમામ સ્કુલ, કોલેજો અને સરકારી કચેરીઓ માં રજા જાહેર કરવા અમારી નમ્ર વિનંતી છે. તેવું જણવતો પત્ર ગુજરાત ના મુખ્ય મંત્રી ને પાઠવ્યો હતો.