ITR / શું રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવાઈ..?
ITR/ ઈન્કમટેક્સ વિભાગે રિટર્ન ફાઈલ કરવાની તારીખમાં વધારો કર્યો તેવા સમાચાર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જો કે આ અંગે વિભાગે કહ્યું કે સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ક્લિપ ફરતી થઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ITR ઈ-ફાઈલિંગની છેલ્લી તારીખ વધારીને 31 ઓગસ્ટ 2024 કરવામાં આવી છે. એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે આ સમાચાર ખોટા છે. ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે.