ISRAEL IRAN WAR : ઇઝરાયલે ઇરાનમાં અરાક હેવી વોટર રિએક્ટર પર હુમલો કર્યો, ઈરાનમાં મૃત્યુઆંક હવે 639 પર

ISRAEL IRAN WAR : ઇઝરાયલે ઇરાનમાં અરાક હેવી વોટર રિએક્ટર પર હુમલો કર્યો, ઈરાનમાં મૃત્યુઆંક હવે 639 પર

ISRAEL IRAN WAR 1
ISRAEL IRAN WAR 1

ઇઝરાયલે ઇરાનમાં અરાક હેવી વોટર રિએક્ટર પર હુમલો કર્યો છે. હુમલા બાદ થયેલા નુકસાન વિશે કોઈ માહિતી નથી. થોડા કલાકો પહેલાં જ ઇઝરાયલી સેના (IDF)એ અરાક અને ખોંડુબ શહેરના લોકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી.

ISRAEL IRAN WAR 2
ISRAEL IRAN WAR 2

અરકમાં હેવી વોટર રિએક્ટર છે. આ સુવિધા ઈરાનના પરમાણુ કાર્યક્રમનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ ઉપરાંત અરકમાં મોટા પાયે શસ્ત્રોનું ઉત્પાદન થાય છે.

ISRAEL IRAN WAR
ઈરાનની અરાક હેવી વોટર ન્યૂક્લિયર ફેસિલિટી 2011

આ ઉપરાંત ખોંદાબમાં IR-40 હેવી વોટર રિએક્ટર પણ છે, જે ઈરાનના પરમાણુ કાર્યક્રમનો બીજો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ સુવિધા અરકથી લગભગ 40 કિલોમીટર દૂર છે. અરકની જેમ, તેને પણ આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ રાખવામાં આવે છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ સાતમા દિવસમાં પ્રવેશી ગયું છે. અત્યારસુધીમાં 24 ઈઝરાયલીઓ માર્યા ગયા છે. આ દરમિયાન, વોશિંગ્ટન સ્થિત માનવાધિકાર જૂથે દાવો કર્યો છે કે ઈરાનમાં મૃત્યુઆંક હવે 639 પર પહોંચી ગયો છે અને 1329 લોકો ઘાયલ થયા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *