ઇરફાન પઠાણ સાથે એરપોર્ટ પર ખરાબ વ્યવહાર, પત્ની- બાળકો સાથે દોઢ કલાક ઉભો રહ્યો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ઓલ રાઉન્ડર ઇરફાન પઠાણ અને તેના પરિવારને એરપોર્ટ પર ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો છે. ઇરફાન અને તેના પરિવારને વિસ્તારાની ચેક-ઇન કાઉન્ટર પર દોઢ કલાક ઉભો રાખવામાં આવ્યો હતો.

આ આરોપ ખુદ ઇરફાન પઠાણે લગાવ્યો છે. ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને આ વાતનો ખુલાસો કર્યો છે. ઇરફાન પઠાણે જણાવ્યુ કે આ દરમિયાન તેની સાથે પત્ની અને બે બાળક પણ હતા.

ઇરફાન પઠાણ 24 ઓગસ્ટે પરિવાર સાથે દૂબઇ રવાના થવા માટે મુંબઇ એરપોર્ટ પર પહોચ્યો હતો. અહીથી તેને ફ્લાઇટ લેવાની હતી. આ દરમિયાન તેની સાથે એરપોર્ટ પર ખરાબ વ્યવહાર કરવો પડ્યો. 



એશિયા કપમાં કોમેન્ટ્રી પેનલમાં છે ઇરફાન પઠાણ

ઇરફાન પઠાણ એશિયા કપ 2022માં કોમેન્ટ્રી પેનલમાં સામેલ છે. આ ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી યૂએઇમાં શરૂ થવાની છે. ઇરફાન પઠાણ તેની માટે દૂબઇ રવાના થયો છે.

ઇરફાન પઠાણે ટ્વિટર પર પોસ્ટ શેર કરતા લખ્યુ, આજે હું મુંબઇથી દૂબઇ વિસ્તારાની ફ્લાઇટ યૂકે-201માં રવાના થઇ રહ્યો હતો. આ દરમિયાન ચેક-ઇન કાઉન્ટર પર મારી સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો. મારી કન્ફોર્મ ટિકિટમાં વિસ્તારાએ હેરફેર કરી દીધી. આ સમસ્યાના સમાધાન માટે મારે કાઉન્ટર પર દોઢ કલાક ઉભુ રહેવુ પડ્યુ. મારી સાથે પત્ની, એક 8 મહિના અને એક 5 વર્ષનો બાળક પણ હતો.

કેટલાક મુસાફરોએ આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો

પૂર્વ ઓલ રાઉન્ડરે કહ્યુ, ગ્રાઉન્ડ સ્ટાફ ઘણા બહાના બનાવી રહ્યો હતો અને તેમનો વ્યવહાર પણ ઘણો ખરાબ હતો. મારા સિવાય પણ ત્યા કેટલાક મુસાફર હતા, જેમણે આ રીતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. મને ખબર નથી પડતી કે તેમણે ફ્લાઇટને ઓવરસોલ્ડ કેવી રીતે કરી દીધી અને મેનેજમેન્ટે પણ તેને કેવી રીતે મંજૂરી આપી દીધી? હું ઓથોરિટીને નિવેદન કરૂ છુ કે આ મામલે જલ્દી કોઇ કાર્યવાહી કરે, જેથી જે અનુભવથી હું પસાર થયો બીજો કોઇ પસાર ના થાય.

ઇરફાન પઠાણે આ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યુ, આશા કરૂ છુ કે તમે તેની પર ધ્યાન આપશો અને એર વિસ્તારામાં સુધારો કરશો. ઇરફાન પઠાણના આ ટ્વીટ પર પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ પણ રિપ્લાય કર્યુ છે. આકાશ ચોપરાએ લખ્યુ, હાય એર વિસ્તારા, તમારી પાસે આ રીતની આશા નહતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *