
દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે ipl ની ફાઇનલ દેશભક્તિના રંગે રંગાશે
Ipl આખી દુનિયાનાં સૌથી મોટાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ipl ઇન્ડિયન પ્રીમિયલ લીગ-2025નો ફાઈનલ મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે, ત્યારે આઈપીએલ ipl મહાસંગ્રામના સાક્ષી બનવાના આગોતરા ઉલ્લાસ સાથે ક્રિકેટરસિકોમાં ભારોભાર ક્રિકેટ જ્વર ફેલાયો છે.
ઓપરેશન સિંદુરની થીમ પર સમાપન સમારોહમાં સેનાની ત્રણેય પાંખના વડા અને અધિકારીઓની ઉપસ્થિતિ સાથે ipl આઈપીએલની ફાઈનલ દેશભક્તિના રંગે રંગાશે. વરસાદનો વર્તારો મજબૂત હોવા છતાં ક્રિકેટના રસિયાઓ મેદાનમાં પહોંચવા તલપાપડ છે. એક લાખ નજીક ટિકિટો ઓનલાઈ વેચાઈ ચૂકી છે, તો દેશભરના વિવિધ ભાગોમાંથી અમદાવાદ આવનારી ઉડાનોનાં ટિકિટભાડાં પાંચગણાથી વધુ વધારા સાથે 25 હજાર રૂપિયા સુધી પહોંચી ગયાં છે.
અમદાવાદ આસપાસની હોટેલો હાઉસફૂલ છે. આઈપીએલ ફાઈનલનાં કારણે દિલ્હી, બેંગ્લોર, મુંબઈ, ચંદીગઢ જેવાં શહેરોમાંથી અમદાવાદ આવતી ઉડાનોની ટિકિટની કિંમતો ભારે ઉછાળા સાથે 25 હજાર રૂપિયા નજીક પહોંચી ગઈ છે. સામાન્ય દિવસોમાં આ રૂટોની ઉડાનોની ટિકિટના ભાવ 3500થી પાંચ હજાર રૂપિયા સુધી રહેતા હોય છે.
Ipl ફાઈનલ મેચના પછીના દિવસ બુધવાર માટે પણ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર માટે સવારની ઉડાનના ભાવ 30 હજાર સુધી પહોંચી ગયા છે. ક્રિકેટ બોર્ડ તેમજ અન્ય સંગઠનોના સભ્યો માટે 25 હજાર ટિકિટ અનામત રખાઈ છે.
Ipl ફાઈનલ મેચ જોયા પછી મોડી રાત્રે ઘેર પરત ફરનારા લોકો માટે અમદાવાદ નગર નિગમ મંગળવારે રાત્રે 10થી દોઢ વાગ્યા સુધી વધારાની બસો દોડાવશે.
Ipl ફાઇનલમાં વરસાદની સંભાવના : મેચ રદ થશે તો કાલે રમાશે
Ipl આઇપીએલના ફાઇનલમાં વરસાદના વિઘ્નની સંભાવના છે. હવામાન ખાતાએ મંગળવારે અમદાવાદમાં વરસાદની સંભાવના વ્યકત કરી છે. ફાઇનલમાં જો વરસાદ પડશે તો નવા નિયમ અનુસાર મેચ પૂરી કરવા માટે વધારાનો 120 મિનિટનો સમય અપાશે. આમ છતાં જો એક પણ દડો ફેંકાશે નહીં, તો તા. 4 જૂન રિઝર્વ ડે રખાયો છે. એ દિવસે ફાઇનલ રમાશે.