IPL : શુભમન ગિલની સદી, ગુજરાત ટાઇટન્સ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું

IPL :શુભમન ગિલના 129 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ IPL 2023માં ક્વોલિફાયર-2 ના મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 62 રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 233 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 18.2 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે સતત બીજી વખત IPL ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સના અભિયાનનો અંત આવ્યો છે. ગુજરાત હવે રવિવારને 28 મે ના રોજ ચેન્નઇ સુપર કિંગ્સ સામે ફાઇનલ મુકાબલો રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *