International Day of Families : પરિવાર, શું છે …? આ પરિવાર જ્યાં મનને હલકું કરવા, મનને આરામ આપવા વાટ ન જોવી પડે એ છે પરિવાર. અને આ જ વાતને સાર્થક કરવા અને તેનું મહત્વ સમજાવવા યુનાઇટેડ નેશન્સ અને યુનિવર્સલ પીસ ફેડરેશન દર વર્ષે 15 મી મે ના રોજ વિશ્વ પરિવાર દિવસ મનાવે છે.
International Day of Families : 1993 માં, જનરલ એસેમ્બલી એક ઠરાવમાં નિર્ણય લીધો હતો કે દર વર્ષે 15 મી મેને આંતરરાષ્ટ્રીય પરિવારનો દિવસ તરીકે ઉજવવામાં આવવો જોઈએ. આ દિવસે પરિવારથી સંબંધિત મુદ્દાઓની જાગૃતિ અને કુટુંબોને અસર કરતી સામાજિક, આર્થિક અને વસ્તી વિષયક જેવા વિષયો પર અધ્યયન કરી જાગૃતિ અને મહત્વ બતાવવાનો પ્રયાસ થાય છે.
International Day of Families : વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ એક પરિવાર છે, અને આખા વિશ્વને આ સંદેશો પહોંચાડવામાં ભારતનું બહુ મોટું યોગદાન રહ્યું છે.
International Day of Families : પરિવાર વગરના માનવીની કલ્પના કરવી અધુરી છે. હાલ દુનિયામાં જે સ્થિતિ છે તેવા સમયે પરિવારનું મહત્વ ખૂબ વધી જાય છે. માટે જ 15 મેને વિશ્વ પરિવાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આજના આધુનિક સમયગાળામાં પરિવારનું વિઘટન થવાની ઘટના છાશવારે બને છે ત્યારે આવી ઘટનાઓ ન બને તે માટે ખાસ આ દિવસ મનાવવામાં આવે છે. પરિવારની વચ્ચે રહેવાથી માનવી તણાવમુક્ત અને પ્રસન્નચિત્ત રહે છે. સાથે જ એકલતાપણું તથા ડિપ્રેશનનો શિકાર બનતા પણ અટકે છે.
International Day of Families : આધુનિક સમાજમાં પરિવારોનું વિઘટન ઝડપથી થઈ રહ્યું છે. આવામાં પરિવાર એક સાથે રહે અને ખાસ કરીને યુવાનો તેના મહત્વને સમજે એ જ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ મનાવવાનું મુખ્ય કારણ છે. આજે રોજગાર માટે પલાયન, એકલા પરિવારનું મહત્વ આપવામાં આવવું વગેરે કારણોથી સંયુક્ત પરિવાર તૂટી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસના મૂળ ઉદ્દેશ્ય યુવાનોને પરિવાર પ્રત્યે જાગૃત કરવાનો છે.