ભારતીય શેર માર્કેટમાં લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ ફરી 60 હજારની નીચે બંધ થયો

ભારતીય શેર બજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું છે. વૈશ્વિક સંકેતો અને રોકાણકારોના પ્રોફિટ બુકિંગના કારણે સેન્સેક્સ ફરી 60 હજારની નીચે બંધ થયો છે અને નિફ્ટી 18 હજારની નીચે આવી ગયો છે. આજના કારોબારના અંતે મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 412 અંક ઘટીને 59,934 પર, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 126 અંક ઘટીને 17,877 અંક પર બંધ થયો છે.

તેજી-મંદી 
ગુરૂવારના કારોબારી સત્રમાં ઑટો, મેટલ, એનર્જી, સેક્ટર શેરોમાં તેજી જોવા મળી, જ્યારે બેન્કિંગ, આઈટી, ફાર્મા, એફએમસીજી, મીડિયા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી. જ્યારે સ્મોલ કેપ શેરોમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે મિડ-કેપ ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ રહ્યો હતો.

માર્કેટ કેપિટલાઇઝેશન 285.87 લાખ કરોડ રૂપિયા
બીએસઈ પર કુલ 3,620 શેરના ટ્રેડીંગ થયા હતા, જેમાંથી 1698 શેરો વધ્યા હતા અને 1796 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. 126 શેરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજના ટ્રેડિંગ સેશનમાં 290 શેરમાં અપર સર્કિટ લાગી હતી અને 166 શેરમાં લોઅર સર્કિટ લાગી હતી. શેર બજારનું માર્કેટ કેપિટલાઇઝેશન 285.87 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.

વધારો જોવા મળેલ શેર
મારુતિ સુઝુકી 2.70 ટકા, આઇશર મોટર્સ 2.27 ટકા, અદાણી પોર્ટ્સ 2.18 ટકા, પાવર ગ્રિડ 2.17 ટકા, એનટીપીસી 1.60 ટકા, ગ્રાસિમ 1.60 ટકા, કોલ ઇન્ડિયા 0.99 ટકા અને એચડીએફસી 0.25 ટકા વધ્યા હતા.

ઘટાડો જોવા મળેલ શેર
હિન્ડાલ્કો 3.98 ટકા, ઇન્ફોસિસ 2.89 ટકા, ટેક મહિન્દ્રા 2.84 ટકા, સિપ્લા 2.61 ટકા, હીરો મોટોકોર્પ 2.15 ટકા, બજાજ ઓટો 2.14 ટકા, ટાટા સ્ટીલ 1.97 ટકા ઘટયા હતા.

કરન્સી માર્કેટ
કરન્સી માર્કેટમાં ડૉલરના મુકાબલે રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે. અમેરિકન ડોલર સામે રૂપિયો 25 પૈસા ઘટીને 79.7 ની સપાટીએ બંધ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *