વિશ્વ બેન્કે કહ્યું છે કે, ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર 8.3 ટકા રહેવાની ધારણા છે. વિશ્વબેન્કે આગામી નાણાંકીય વર્ષ માટે ભારતની GDP વૃદ્ધિ 8.7 ટકા સુધી અપગ્રેડ કરી છે. જે ખાનગી ક્ષેત્ર અને આંતરમાળખાકીય શ્રેત્રમાં ઊંચા રોકાણોને પ્રતિબિંબિત કરે છે અને ચાલુ સુધારાઓથી મળતા ડિવિડન્ડને દર્શાવે છે.
તાજેતરની ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટસમાં વર્લ્ડ બેન્કે જણાવ્યું છે કે, વૃદ્ધિના દૃષ્ટિકોણને ચાલુ માળકાકીય સુધારા, ધારણા કરતાં વધુ સારી અપેક્ષિત નાણાંકીય ક્ષેત્રની પુનઃ પ્રાપ્તિ અને ચાલુ જોખમો છતાં નાણાંકીય ક્ષેત્રના પડકારોને ઉકેલવાના પગલાં દ્વારા પણ સમર્થન મળશે.વિશ્વ બેન્કે કહ્યું છે કે, ચાલુ નાણાંકીય વર્ષમાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિદર 4.1 ટકા અને આગામી નાણાંકીય વર્ષમાં 3.2 ટકા થઈ જશે.