ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ત્યાં દીકરીનો થયો જન્મ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા માતા-પિતા બની ગયા છે.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા દીકરીના માતા પિતા બન્યા છે.

2020માં અનુષ્કાએ જ્યારથી જાહેર કર્યુ કે તે માતા બનવાની છે ત્યારથી બોલિવૂડ અને ક્રિકેટ વિરાટ તેમજ અનુષ્કા બંનેના ફેન્સ તેમના બાળકની આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા. 

કોહલીએ આપી ટ્વિટ કરીને જાણકારી 

વિરાટે કહ્યું કે, અમને બંનેને જણાવતા ખુશી થાય છે કે આજે બપોરે અમારા ઘરે દીકરી આવી છે. અમે તમારા પ્રેમ અને મંગળકામનાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને અમારી દીકરી બંને સ્વસ્થ છે અને અમારુ આ સૌભાગ્ય છે કે અમને જીવનનું આ ચેપ્ટર અનુભવ કરવા મળ્યું. અમે જાણીએ છીએ કે આ સમયે અમને થોડી પ્રાઇવસીની જરૂર હશે.

ઓગસ્ટમાં આપી હતી પ્રેગનેન્સીની માહીતી 
વિરાટ અને અનુષ્કાએ તેઓ માતા પિતા બનવાના છે તે વાતની જાણકારી ઓગસ્ટ 2020માં આપી હતી અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ હતું કે, “And then, we were three! Arriving Jan 2021.”


અનુષ્કા અને વિરાટની દીકરીનો જન્મ મુંબઇના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં થયો છે. કોહલી અને અનુષ્કાના લગ્ન 2018માં થયા હતા. 27 ઓગસ્ટે સોશ્યલ મિડીયા પર આ વાતની જાણકારી આપી હતી. 

આ વાતથી કોહલી અને અનુષ્કાના ફેન્સમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. લોકો વિરાટ અને અનુષ્કાને કોન્ગ્રેચ્યુલેશન્સ કહી રહ્યાં છે. દીકરીના જન્મ પહેલા અનુષ્કા અને વિરાટ રેગ્યુલર ચેક-અપ માટે સાથે દેખાતા હતા. ટેસ્ટ ક્રિકેટમાંથી પણ વિરાટે પેટરનીટિ લીવ લીધી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *