
દેશમાં ચલાવવામાં આવી રહેલા રસીકરણ અભિયાન હેઠળ કોરોના વાયરસ વિરૂધ્ધ ચાલી રહેલા જંગમાં તેજી આવી છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ શનિવારે જણાવ્યું કે 20 લાખથી વધુ કોવિડ-વેક્સિનનાં ડોઝની સાથે ભારતે શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધુ રસીકરણ કર્યું.
આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે 30,561 સત્રો દ્વારા રસીકરણ અભિયાનનાં 56માં દિવસે એટલે કે 12 માર્ચે 20,53,537 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવી ચુક્યો છે, તેમાં 16,39,663 આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસીનો પહેલો ડોઝ મળી ચુક્યો છે, તે સાથે જ 4,13,874 એચસીડબલ્યુ અને એફએલડબલ્યુને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે, અત્યાર સુધી 4,86,314 સત્રો દ્વારા વેક્સિનનાં કુલ 2,82,18,457 ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોનાનાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાંથી એક મહારાષ્ટ્રમાં કુલ 63.57 ટકા એક્ટિવ કેસ નોંધાયા છે, અહીં છેલ્લા 24 કલાકમાં 15,817 નવા કેસ નોંધાયા છે, 20થી વધુ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19નાં એક હજારથી ઓછા એક્ટિવ કેસ છે, આ દરમિયાન નેશનલ રિકવરી રેટ 96.82 ટકા સુધી પહોંચી ગયો, તે સાથે જ રિકવરી વધીને 1,09,73,260 થઇ ગઇ, 5 રાજ્યોમાં નવા મોતની ટકાવારી 81.43 છે.