ટીમ ઈન્ડિયાનો રોમાંચક મેચમાં જીત

શ્રીલંકાને 2 રને હરાવ્યું, ડેબ્યૂટન્ટ શિવમ માવીએ 4 વિકેટ ઝડપી; દીપકે 23 બોલમાં 41 રન ફટકાર્યા

આજે શ્રીલંકા સામે 3 મેચની સિરીઝની પહેલી T20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં શ્રીલંકાને 2 રને હરાવ્યું હતું. શ્રીલંકાને છેલ્લી ઓવરમાં 13 રને જોતા હતા, પરંતુ 10 રન જ કરી શક્યા હતા. અને ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ આપેલા 163 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેબ્યૂટન્ટ શિવમ માવીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 22 રન દઈને 4 વિકેટ ઝડપી હતી. ઉમરાન મલિક અને હર્ષલ પટેલે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે બે બેટર્સ રનઆઉટ થયા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ કેપ્ટન દાસુન શનાકાએ 27 બોલમાં 45 રન કર્યા હતા. તો કુસલ મેન્ડિસે 25 બોલમાં 28 રન કર્યા હતા. વાનિન્દુ હસરંગા (21 રન 10 બોલમાં) અને ચમિકા કરુણારત્ને (23* રન 16 બોલમાં)એ પોતાની ટીમને જિતાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ રહ્યા નહોતા.

અગાઉ શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલી બેટિંગ કરતાં નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ દીપક હુડાએ 23 બોલમાં 41 રન કર્યા હતા. તો ઈશાન કિશને 29 બોલમાં 37 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે સારું ફિનિશિંગ કરતાં 20 બોલમાં 31 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયાએ છેલ્લી 5 ઓવરમાં 61 રન ફટકારી દીધા હતા. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકા, વાનિન્દુ હસરંગા, મહિશ થિક્સાના, ચમિકા કરુણારત્ને અને ધનંજય ડિ સિલ્વાએ 1-1 વિકેટ મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *