IND vs SA : પહેલી વનડેમાં ભારતની જીત, સાઉથ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું

 

IND vs SA : ભારતે સાઉથ આફ્રિકાને 8 વિકેટથી પરાજય આપીને પહેલી વનડે જીતી લીધી છે. અર્શદીપ અને આવેશ ખાનની ધારદાર બોલિંગને કારણે સાઉથ આફ્રિકા ઓછા રનમાં સમેટાઈ જતાં ભારતને ઈઝી જીત મળી.

IND vs SA : સાઉથ આફ્રિકાના જોહાનીસબર્ગમાં રમાયેલી પહેલી વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 8 વિકેટથી પરાજય આપ્યો છે. સાઉથ આફ્રિકા તરફથી મળેલો 117 રનનો ટાર્ગેટ ભારતે ફક્ત 16.4 ઓવરમાં પૂરો કરીને 8 વિકેટે જીત મેળવી લીધી હતી. પહેલા બેટિંગ કરીને સાઉથ આફ્રિકાએ 116 રન બનાવ્યાં હતા. અર્શદીપ અને આવેશખાને 9 વિકેટ ખોરવી હતી તેને કારણે જ આફ્રિકા ઓછા રન કરી શક્યું હતું.

IND vs SA : અર્શદીપ સિંહે 10 ઓવરમાં 37 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. અર્શદીપસિંહે તેની પહેલી જ ઓવરમાં રીઝા હેન્ડ્રિક્સ અને રાસી વાન ડેર ડુસેનને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત કરી દીધા હતા. બાદમાં અર્શદીપે બીજા ઓપનર ટોની ડી જોર્જી અને હેનરિચ ક્લાસેનને આઉટ કર્યા હતા. અર્શદીપ સિંહ બાદ આવેશ ખાને પણ સા. આફ્રિકાનો ઉપાડો લીધો હતો અને તેણે પણ 4 વિકેટ ઝડપી હતી. આમ આ બન્ને ખેલાડીઓએ આફ્રિકાને સસ્તામાં નિપવાટી દીધું હતું.

IND vs SA : પહેલા બેટિંગ કરીને આફ્રિકાએ કર્યાં 116 રન

IND vs SA : પહેલા બેટિંગ કરીને સાઉથ આફ્રિકાની ટીમ 27.3 ઓવરમાં ફક્ત 116 રન જ બનાવી શકી હતી. આટલા ઓછા રન બનાવવાનું મુખ્ય કારણ અર્શદીપ સિંહ અને આવેશ ખાનની આગ ઝરતી બોલિંગ હતી. અર્શદીપે 5 અને આવેશ ખાને 4 વિકેટ ઝડપી હતી.

IND vs SA : ભારતની બેટિંગમાં શું રહ્યું ખાસ

ભારતે ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયર અય્યની વિકેટ ગુમાવીને 16.4 ઓવરમાં ટાર્ગેટ પૂરો કરી લઈને વનડે જીતી લીધી હતી. ડેબ્યૂ મેચ રમી રહેલા સાઈ સુદર્શને ફિફ્ટી લગાવી હતી. આ જીતની સાથે ત્રણ મેચોની વનડે સીરિઝમાં કેએલ રાહુલની ટીમ 1-0થી આગળ છે.

IND vs SA : લક્ષ્યનો પીછો કરવામાં ભારતીય ટીમને કોઈ ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. 23 રનના સ્કોર પર રુતુરાજ ગાયકવાડના આઉટ થયા બાદ સાંઈ સુદર્શન અને શ્રેયસ અય્યરે 88 રનની ભાગીદારી કરીને મેચને ભારત તરફી કરી નાખી હતી. ડેબ્યુ મેચ રમી રહેલા સાંઈ સુદર્શને 43 બોલમાં અણનમ 55 રન બનાવ્યા હતા, જેમાં 9 ચોગ્ગા સામેલ હતા. તે જ સમયે, શ્રેયસે 45 બોલમાં 52 રન બનાવ્યા હતા, જેમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *